Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોનાઃ નકારાત્મક માહોલ સામે એક યોગ નિષ્ણાંતની અનોખી પહેલ

યોગાના ફ્રી ઓનલાઇન કલાસિસ

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં કોરોના વાઇરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકોમાં અત્યંત ડર અને તણાવનો માહોલ ફેલાઇ ચૂકયો છે ત્યારે આ સંજોગોમાં હાવ લોકોને સૌથી વધારે જો કોઇ ચીજની જરૂર હોય તો એ છે-માનસિક સ્વસ્થતા. માનસિક રીતે સ્વસ્થ વ્યકિત જ મજબૂત લડાઇ આપી શકે છે. અને, આ માટે જરૂરી છે હકારાત્મક ઉર્જાની.

વર્તમાન માહોલમાં આ જરૂરિયાત પારખીને મૂળ ગુજરાતી અને હાલ સિંગાપુરમાં વસતા યોગ નિષ્ણાત સુજાતા કોલગીએ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક નવી જ પહલે શરૂ કરી છે.

આ પહેલ એટલે યોગાના ફ્રી ઓનલાઇન કલાસિસ. એ નિર્વિવાદ છે કે વ્યકિતને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં યોગ અત્યંત ઉપયોગી છે. એનાથી વ્યકિતમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

૨૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી ભારતીય સમય પ્રમાણે સવારના ૬.૩૦ થી ૭ સુધી સુજાતાબહેન ઓનલાઇન રહીને શ્વાસોશ્વાસની અમુક ટેકનીક અને યોગાસનો શીખવશે. કોઇપણ વ્યકિત અહીં આપેલી વેબલિન્કના માધ્યમથી એમાં જોડાઇ શકે છેઃ

યોગના કલાસમાં જોડાવા માટે આ લિન્ક ખોલવાની છે. તેમાં ID પણ આપેલો છે. અને પાસવર્ડ પણ આપેલો છે.

૨૪ માર્ચ, ૨૦૨૦ થી ૨૯ માર્ચ, ૨૦૨૦

ભારતીય સમયઃ  સવારે ૬.૩૦ કલાકથી ૭ વાગ્યા સુધી.

નીચે આપેલી લિન્કથી તમે એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

Please download and import the following iCalendar (.ics) files to your calendar system.

Daily: https://us04web.zoom.us/meeting/tZIrcumsrDosnje7sOEprBG46Qf3facAyQ/ics?icsToken=98tyKuGuqD4qHtaUtl3te7QqA4H-bN_ukX9Er_ROszr1EQJ0NlXHMLFEM7FeCemB

Meeting ID: 866 504 216

Join Zoom Meeting

https://us04web.zoom.us/j/866504216

યોગના કલાસ માટેની લિન્ક www.pragyayoga.com

આ ઉપરાંત કોઇ સવાલો અથવા સૂચનો હોય તો તમે એમનો yogawithsujata@gmail.com પર સંપર્ક સાધી શકો છો.

વેલ, તો સારા કર્મો કરો, સ્વસ્થ રહો અને તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરો.(૨૩.૫)

(11:00 am IST)