Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

નવા સંશોધન મુજબ કોરોના વાઇરસ હવામાં લગભગ ત્રણ કલાક જીવિત રહી શકે છે

નવી દિલ્હી, તા.૨૩:કોરોના વાઇરસ હવે એ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે કે સમગ્ર વિશ્વના વૈજ્ઞાાનિક અને ડોકટર ભેગા મળીને તેને રોકવાના ઉપાયો શોધી રહ્યાં છે. વૈજ્ઞાાનિકો શોધી રહ્યાં છે કે કોરોના વાઇરસ હવા અને કોઇ પણ વસ્તુ પર કેટલો સમય જીવિત રહી શકે છે.

અમેરિકાની યુનિવર્સિટીઓની વિભિન્ન પ્રયોગશાળાઓ સાથે સંકળાયેલા વૈજ્ઞાાનિકોએ પોતાના પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે સાર્સ-કોવ-૨ વાઇરસ હવામાં લગભગ ત્રણ કલાક જીવિત રહી શકે છે.

શરૂઆતમાં આ વાઇરસની સંક્રમિત કરવાની નબળી પડી ગઇ હતી. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે વાઇરસ હવામાં જીવિત રહેવામાં સક્ષમ નથી. આ માટે હવાના માધ્યમથી લોકોનું સંક્રમિત થવાનો ખતરો ઓેછો માનવામાં આવી રહ્યો હતો પણ હવે એવું નથી.

અભ્યાસમાં જાણવા મળ્યું છેકે વાઇરસ હવામાં ત્રણ કલાક સુધી જીવિત રહી શકે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વૈજ્ઞાાનિકોના પરિણામોના આધારે સાર્સ-કોવ ૨નો વાઇરસ હવામાં હાજર છે. આ સ્થિતિમાં કોઇ પણ વ્યકિત હવામાં હાજર વાઇરસને કારણે સંક્રમિત થઇ શકે છે.

કોરોના વાઇરસ કાર્ડ બોર્ડ, કાગળ પર એક દિવસ અને પ્લાસ્ટિક પર ૩ દિવસ અન સ્ટીલ પર બે દિવસ સુધી રહે છે. આ ઉપરાંત તાંબાની વસ્તુઓ પર આ વાઇરસ ચાર કલાક સુધી રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે તાંબુ, સ્ટીલ, કાર્ડ બોર્ડ અને પ્લાસ્ટિક એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં ઘર અને ઓફિસમાં આપણે કોઇને કોઇ સ્વરૂપે કરીએ છીએ.

આ અગાઉ ધ જર્નલ ઓફ હોસ્પિટલ ઇન્ફેકશને ફેબુ્રઆરીમાં એક સર્વે હાથ ધર્યો હતો અને તે મુજબ મેટલ, પેપર, કાચ, પ્લાસ્ટિક અને લાકડા જેવી વિભિન્ન વસ્તુઓની સપાટી પર આ વાઇરસ બે થી નવ દિવસ જીવિત રહેવાની ક્ષમતા ધરાવે છે.(૨૩.૬)

(10:59 am IST)