Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દેશની પ્રથમ COVID-19 ડેડિકેટેડ હોસ્પિટલ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મળી મદદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL)એ મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે. RILએ આ વિશે નિવેદન જાહેર કરી જાણકારી આપી છે. RILએ કહ્યું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને COVID-19ના દર્દીઓ માટે એક વિશેષ રીતે 100 બેડનો હોસ્પિટલ સેટઅપ કર્યો છે.

દરેક બેડ પર જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર - રિલાયન્સે કહ્યું છે COVID-19ને લઈને ભારતની આ પ્રથમ ડેડિકેડેટ હોસ્પિટલ છે. જેનું બધું ફંડિંગ રિલાયન્સ ફાઉન્ડેશન કરશે. આ બધા બેડ પર જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેન્ટીલેટર્સ, પેસમેકર, ડાયલિસિસ મશીન અને મોનિટરિંગ મશીન જેવી બાયોમેડિકલ્પ ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યું છે.

 મહારાષ્ટ્ર સરકારને 5 કરોડ રુપિયા આપ્યા - આ સિવાય કોરોના વાયરસ પ્રભાવિત દેશોથી આવનાર યાત્રીઓ માટે વિશેષ રીતે મેડિકલ સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેથી તેમને કોરેન્ટાઇન કરવામાં આવી શકે. કંપનીએ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ફંડમાં પણ 5 કરોડ રુપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે.

પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ વધારવાની તૈયારી - રિલાયન્સે કહ્યું છે કે તે પેસમેકરની ક્ષમતાને વધારીને 1 લાખ પ્રતિદિન કરવામાં લાગી ગઈ છે. કંપની અન્ય પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પણ તૈયાર કરી રહી છે. જેથી દેશમાં સુવિધાઓની ખોટ ના થાય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL)સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે

(12:00 am IST)