Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

લોકડાઉન વાળા રાજયોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો લોકોની મદદે દોડયાઃ આવકાર્ય પહેલ

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણના વધતા ફેલાવાને રોકવા માટે સરકારએ વાયરસ પ્રભાવિત રાજયોમાં લોકડાઉનના આદેશ આપ્યાં છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘએ લોકડાઉન વાળા રાજયોમાં લોકોની મુશ્કેલીઓ દૂર કરવાનું બીડુ ઝડપ્યું છે.

સંઘએ સ્વાસ્થ્ય જાગૃતતા ફેલાવવા માટે નાના નાના સમૂહોમાં સંવાદ કરવાની અપીલ કરી છે. સંઘના અગ્રણી સુરેશ ભૈયાજીએ સંઘના સ્વયંસેવકોને અપીલ કરતા કહ્યું બધા સ્વયંસેવક સમાજમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય જાગરૃકતા માટે કાર્ય કરે, જરૃરતમંદ લોકોને ભોજન સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા કરે.

સ્વયંસેવક સ્થાનિય પ્રશાસન, જનપ્રતિનિધિઓનો સંપર્ક કરે, અપેક્ષાઓ સમજી સહયોગ કરે.

(8:35 am IST)