Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના સામે ભારતનો મહા મુકાબલો : 30 રાજ્યોના 548 જિલ્લામાં લૉકડાઉન

દેશની 75 ટકા વસ્તી લોકડાઉન : સંક્રમિત લોકોની સંખ્યા 500ની નજીક

 

નવી દિલ્હી :સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના 500ની આસપાસ કેસ સામે આવ્યા છે. ત્યારે વાતની ગંભીરતા જાણી સરકારે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ રીતે લોકડાઉન જાહેર કર્યું છે.

સમગ્ર દેશમાં ગુજરાતની સાથે સાથે 30 રાજ્યોમાં સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 30 રાજ્યોમાંથી 548 જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત 3 રાજ્યો એવા પણ છે, જ્યાં અમુક જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશાના સમાવેશ થાય છે. જિલ્લાઓમાં દેશની લગભગ 102 કરોડ જેટલી વસ્તી વસવાટ કરે છે, જે સમગ્ર દેશની 75 ટકા બરાબર વસ્તી રહે છે. દેશમાં હાલ કોરોના વાયરસના કારણે સંક્રમિત લોકોની સંખ્યા 500ની આસપાસ પહોંચવા આવ્યો છે, ઉપરાંત 10 લોકોના મોત પણ થયા છે.

(8:34 am IST)