Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

શિવરાજસિંહ ચૌહાણે લીધા મુખ્યમંત્રી તરીકે શપથ: ચોથીવાર બન્યા મધ્યપ્રદેશના સીએમ

 

નવી દિલ્હી:મધ્યપ્રદેશમાં છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલાં રાજકિય ઘમાસાણ બાદ ભાજપે મધ્યપ્રદેશમાં સરકાર બનાવી લીધી છે. મધ્યપ્રદેશ ભાજપે શિવરાજસિંહ ચૌહાનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યાં છે. જે બાદ શિવરાજ સિંહ ચૌહાણ ચોથીવાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાં છે.

પહેલા ભોપાલમાં સાંજે 6 વાગ્યે ધારાસભ્યોની એક બેઠક મળશે.એવુ મનાઈ રહ્યુ છે કે, પછી શપથગ્રહણ સમારોહ યોજાશે.

મુખ્યમંત્રી બનવા માટે ભાજપમાં સૌથી મજબૂત દાવેદારી શિવરાજસિંહ ચૌહાણની છે.જોકે તેમની સાથે નરેન્દ્ર સિંહ તોમરનુ નામ પણ છેલ્લા કેટલાક દિવસથી ઉછળી રહ્યુ છે.આમ છતા ચૌહાણનુ મુખ્યમંત્રી બનવુ નિશ્ચિત મનાઈ રહ્યુ છે.

  26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપ સરકાર બનાવવા માંગે છે.મધ્યપ્રદેશ મામલે  દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓની બેઠક યોજાવા જઈ રહી છે.જેમાં ભાજપમાં જોડાયેલા મધ્યપ્રદેશના પૂર્વ કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ભાગ લઈ શકે છે.

(8:35 am IST)