Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

હિંદ મહાસાગરમાં જાસૂસી :ચીને તૈનાત કર્યા 12 અંડરવોટર ડ્રોન્સ

આ અંડરવોટર ડ્રોન્સમાં કોઇપણ હ્યૂમન ક્રૂ હોતા નથી,

 

નવી દિલ્હી: ચીને હિંદ મહાસાગરમાં 12 અંડરવોટર ડ્રોન્સ ગોઠવ્યા છે. ડ્રોન્સને ગત ડિસેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યા હતા. વર્ષે ફેબ્રુઆરી મહિના સુધી તેના દ્વારા લગભગ 3500 મિશનને અંજામ આપ્યું છે.

 'Sea wing gliders' નામથી ઓળખાનાર અંડરવોટર ડ્રોન્સમાં કોઇપણ હ્યૂમન ક્રૂ હોતા નથી, એટલે કે unmanned ડ્રોન્સ છે

રિપોર્ટ અનુસાર ડ્રોન્સને ડિસેમ્બર મહિનામાં સમુદ્વના સર્વેના હેતુથી ચીની નૌસેનાના Xiangyanghong-6 શિપ દ્વારા હિંદ મહાસાગરમાં લોન્ચ કરવામાં આવ્યા હતા

સુરક્ષા જાણકારોના અનુસાર ચીન તેના દ્વારા બીજા દેશની નૌસેનાની જાસૂસી કરી રહ્યું છે જોકે ચીન સરકારનો દાવો છે કે તે તેના દ્વારા oceanography વડે ડેટા એકઠો કરી રહ્યું છે

ચીનના સી વિંગ ગ્લાઇડર્સ અંડરવોટર ડ્રોન્સ અમેરિકન નૌસેના દ્વારા ઉપયોગ કરવામાં આવનાર Littoral Battlespace Sensing-Glider (LBS-G) સાથે ખૂબ મેચ થાય છે

(11:16 pm IST)