Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

પંજાબ - મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ લદાયો કર્ફ્યુ

કોરોનાને ફેલાતો અટકાવવા દિલ્હી સરકારનો મોટો નિર્ણંય : લોકડાઉન બાદ લગાવ્યો કર્ફ્યુ

નવી દિલ્હી: કોરોનાથી બચાવવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં કર્ફ્યુ પછી કોઈ પણ ઘરની બહાર નીકળી શકશે નહીં. દિલ્હીમાં લોકડાઉન બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

 આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, જે લોકો નિયમોનું પાલન નહીં કરે, તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે, સરકારે દિલ્હીમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો.છે
પ્રેસ કોન્ફરન્સમાં સીએમ કેજરીવાલે કહ્યું કે, "આ વાયરસ એક નવો વાયરસ છે, તેના વિશે આપણે વધારે જાણતા નથી, તેના વિશે વધારે સંશોધન નથી થતું. આ વાયરસ આપણા દેશમાં મોડેથી આવ્યો, તેથી આપણે બીજા દેશોમાંથી શીખવું પડશે. આપણે વધારવું પડશે.જો આપણે તે દેશોમાંથી ન શીખીએ, તો આપણે મોટી ભૂલ કરી રહ્યા છીએ.ઇટલીમાં 23 ફેબ્રુઆરીએ માત્ર 100 કેસ હતા, પરંતુ આજે ફક્ત એક જ મહિનામાં 40 હજારથી વધુ કેસ છે. અને 5,000 હજાર કરતાં વધુ મૃત્યુ પામ્યા છે.

(10:47 pm IST)