Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ભારતમાં કોરોના વાયરસ સમુદાયમાં પણ ફેલાઈ ચુક્યો છે કે કેમ ? : કાલે ICMR આપશે જાણકારી

યૂરોપિયન દેશોએ જોરશોરથી વેક્સીન પર કામ કરવાનું શરુ કર્યું :3200 લોકો પર રવિવારે ક્લિનિકલ ટ્રાયલ શરુ કર્યો

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)કહ્યું છે કે દેશમાં કોરોના વાયરસ સમુદાયમાં પણ ફેલાઇ ચૂક્યો છે કે નહીં તે વિશે કાલે માલુમ પડી જશે, ICMRના મહામારી વિશેષજ્ઞ ડોક્ટર આરઆર ગંગાખેડકરે જણાવ્યું છે કે મેંથેમેટિકલ મોડલ પર કામ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે તેનું રિઝલ્ટ આવી જશે.

  પહેલા ICMR દાવો કર્યો હતો કે ભારતમાં કોરોના વાયરસ કમ્યુનિટીમાં ફેલાઈ રહ્યો નથી. જો કોઈ વ્યક્તિમાં પોઝિટિવ લક્ષણ જોવા મળ્યા તો તેનો મતલબ નથી કે તેના કારણે આખા વિસ્તારમાં તેની અસર ફેલાઇ જશે. સતત પોઝિટિવ આવી રહેલા મામલા વચ્ચે રાહતની ખબર ગણાવાઈ રહી છે. જોકે ICMR મંગળવારે કન્ફોર્મ જાણકારી આપવાની વાત કહી છે.

  ડોક્ટર ગંગાખેડકરના મતે અત્યાર સુધી દેશની અંદર જે કોરોનાથી પીડિત દર્દીના વાયરસથી તપાસ કરવામાં આવી છે તે અપેક્ષાકૃત માઇલ્ડ કેટેગરીના છે. કારણે દર્દીઓમાં સામાન્ય તાવ અને ઉધરસના લક્ષણ જોવા મળ્યા છે. માઇલ્ડ કોરોના વાયરસથી એટલો ખતરનાક હોતો નથી. તાવ, શરીરમાં દુખાવો, શરદી, ઉધરસ જેવા સામાન્ય લક્ષણોની સારવારથી માઇલ કોરોના વાયરસના અટેક સમયે સાથે ઠીક થઈ જાય છે.

  ICMRના સૂત્રોના મતે દેશના અલગ-અલગ ભાગમાં લગભગ 1000 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનાથી ખબર પડે છે કે હાલ કોરોના વાયરસનો બીજો તબક્કો ચાલુ છે. જેમના સેમ્પલ લેવામાં આવ્યા છે તે વિદેશ પણ ગયા નથી અને કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં પણ આવ્યા નથી જે વિદેશ ગયા હોય. સેમ્પલના આધારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે ભારત હજુ કોરોના વાયરસે વિકરાળ રુપ લીધું નથી. જોકે કેટલીક ફાઇડિંગ્સ નિકળી છે. જેના પર સ્ટડી કરવામાં આવી રહી છે. મંગળવારે કન્ફોર્મ જાણકારી સામે આવશે.

કોરોના વાયરસથી સંક્રમણનો માર ઝીલી રહેલા યૂરોપિયન દેશોએ જોરશોરથી વેક્સીન પર કામ કરવાનું શરુ કરી દીધું છે. યૂરોપિયન દેશોના 3200 લોકો પર રવિવારે ક્લિનિકલ ટ્રાયલ શરુ થયો છે.

(10:45 pm IST)