Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

યુરોપથી પરત ફરતા જ દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાનો આઇસોલેશનમાં રહેવાં નિર્ણંય : પોલીસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું

મહામારીના કારણે સ્પોર્ટ્સની બધી ઇવેન્ટ્સ હાલ પુરતી રદ કરી દેવાઈ

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીનો સૌથી વધારે કહેર યૂરોપમાં જોવાયો છે ઇટાલીમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે બીજા દેશમાંથી પોતાના ઘરે પરત ફરતા લોકો પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દિશા નિર્દેશોનું પાલન કરતા 14 દિવસ માટે પોતાને આઇસોલેશનમાં રાખી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ દિગગ્જ ખેલાડી કુમાર સંગાકારએ પણ પોતાને અલગ-થલગ કરી લીધો છે. સંગાકારા હાલમાં જ યૂરોપથી પરત ફર્યો હતો

         કુમાર સંગાકારાએ કહ્યું હતું કે તેની અંદર કોરોના સંબંધિત કોઇ લક્ષણો જોવા મળ્યા નથી પણ તે સરકારની સલાહનું પાલન કરી રહ્યો છે. લંડનથી પરત ફર્યાને કેટલાક સપ્તાહ થયા છે અને અહીં આવ્યા પછી ખબર પડી કે 1 થી 15 માર્ચ વચ્ચે યૂરોપની યાત્રા કરનાર લોકોએ પોલીસ પાસે પોતાનું રજિસ્ટર કરાવવાનું છે અને આઇસોલેશન પર રહેવાનું છે. સંગાકારાએ કહ્યું કે તેણે પોલીસ પાસે જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
આખી દુનિયામાં અત્યાર સુધી 13 હજારથી વધારે લોકો કોરોના વાયરસના કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. સાડા ત્રણ લાખથી વધારે લોકો સંક્રમિત છે. શ્રીલંકામાં લગભગ 80 કેસ સામે આવ્યા છે. જેના કારણે લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. હાલમાં જ 200થી વધારે શ્રીલંકન તીર્થ યાત્રીઓને ભારત પાછા મોકલ્યા છે. ભારતમાં લગભગ 400 લોકો સંક્રમિત છે.આ મહામારીના કારણે સ્પોર્ટ્સની બધી ઇવેન્ટ્સ હાલ પુરતી રદ કરી દેવામાં આવી છે.

(12:00 am IST)