Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

અમેરિકીમાં ભારતીય મૂળની યુવતી 15 વર્ષીય શૈવી શાહની પ્રેરણાદાયી સેવા : ઘરવિહોણા લોકો માટે 150 કોરોના વાઇરસ સેનીટેશન કીટનું વિતરણ કર્યું

વોશિંગટન : અમેરિકામાં ભારતીય મૂળની યુવતી 15 વર્ષીય શૈવી શાહએ વતનની સંસ્કૃતિ ઉજાગર કરી બતાવતું કાર્ય હાથ ધાર્યું છે.જે મુજબ તેણે ઘરવિહોણા 150 પરિવારોને કોરોના વાઇરસ સેનીટેશન કીટનું વિતરણ કર્યું હતું.આ સેવાકાર્યમાં અન્ય લોકો સહાય કરી શકે તે માટે તેણે એકાઉન્ટ પણ ખોલાવ્યું છે.જેના થકી મળનારી રકમમાંથી તે એન્ટીબેક્ટેરિયા સાબુ ,લોશન ,તેમજ રીયુઝેબલ માસ્ક્સ સહીત જરૂરી વસ્તુઓ ખરીદી તેનું ઘરવિહોણા લોકોને વિતરણ કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)