Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ચીનમાં કોરોના વાઇરસથી સંક્રમિત 89 ટકા કેસોની સારવાર સફળ નીવડી : અત્યાર સુધીના કુલ 81093 પોઝિટિવ કેસમાંથી 72703 દર્દીઓ સાજા થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ : ચીનના નેશનલ હેલ્થ કમિશનનો અહેવાલ

બેજિંગઃ :  ચીનમાં  ડિસેમ્બર 2019 થી કોરોના વાઇરસનો ભોગ બનેલા અત્યાર સુધીના 81093 પોઝિટિવ કેસોમાંથી 72703 દર્દીઓ સાજા થઇ ગયા છે.જેઓને  હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.આજ સોમવારે હવે 5120 કેસ સારવાર માટે હોસ્પિટલમાં છે.તેવું ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:57 pm IST)