Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

અમેરિકન સેનેટર રેન્ડ પોલ પણ કોરોનાની ઝપટમાં : 30 હજાર ઉપરાંત નાગરિકોને પોઝિટિવ કોરોના : છેલ્લા 24 કલાકમાં 100 લોકોના મોત

વોશિંગટન : અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 100 ઉપરાંત લોકોના મોત થયા છે.કુલ 30 હજાર ઉપરાંત લોકો કોરાના વાઇરસ પોઝિટિવથી સંક્રમિત છે.આ બધા વચ્ચે અમેરિકન સેનેટર રેન્ડ પોલ પણ કોરોનની ઝપટમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે.કોઈ સેનેટર આ વાઇરસથી સંક્રમિત થવાનો આ સૌપ્રથમ બનાવ  છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:08 pm IST)