Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ

આગ પર કાબુ મેળવવા છ ફાયર ટેન્ડર કામે લાગ્યા:દર્દીઓ અને તેના પરિજનોને બહાર કાઢવા કામગીરી શરુ

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં એઇમ્સ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રવિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં દોડધામ મચી ગઇ છે

  ટ્રોમા સેન્ટરના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હતી. જો કે આગનું કારણ હજુ જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના છ ફાયર ટેન્ડર્સ કામે લગાવવામાં આવ્યા છે.

તેમ છતાં હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી.

    આગ લાગ્યા બાદ ઇમારતમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા. ફાયર વિભાગે દર્દીઓ અને તેમના પરિવારજનોને હેમખેમ રીતે બહાર કાઢવા  માટે કામગીરી આદરી છે.

(8:50 pm IST)