Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

કોંગ્રેસે તેમની ડૂબતી નાવ બચાવવા આઠમી યાદીમાં ચાર પૂર્વ મુખ્‍યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્‍હી : કોંગ્રેસ શનિવારે મોડી રાત્રે 38 ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી. આ યાદીમાં ચાર રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં દિગ્વિજયસિંહ, અશોક ચૌહાણ, એમ.વીરપ્પા મોઇલી અને હરિશ રાવત સામેલ છે. લાંબા સમયથી ચાલી રહેલા ચર્ચાઓ બાદ યાદી જાહેરા કરવામાં આવી જેમાં દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં કેટલાક મહત્ત્વના નામો છે જેમાં મીનાક્ષી નટરાજન પણ છે જેમને મંદસોરથી ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રાના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને નાંદેડથી ટિકિટ મળ્યું છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાશિદ અલ્વીને અમરોહાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

મથુરામાં હેમામાલિનીની સામે કોંગ્રેસ મહેશ પાઠકને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ પહેલા એવી ચર્ચા હતી કે સપના ચૌધરી અહીંથી ચૂંટણી લડવા જઇ રહી છે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી આઠમી યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કણાર્ટકના ગુલબર્ગથી ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે જ્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતને નૈનીતાલ-ઉધમસિંહ નગરથી ટિકિટ મળી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલીને ચિકલપુર સંસદીય ક્ષેત્રથી ઉમેદવાર બનાવાયા છે

(2:03 pm IST)