Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

SBI ખાતાધારકો Yono Cash સિસ્‍ટમથી પૈસા ઉપાડી શકશે : ATM કાર્ડની હવે જરૂર નથી

બેન્કિંગ ફ્રોડના મોટા ભાગના કિસ્સાઓમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કપટ થાય છે. લોકો તમારા કાર્ડની માહિતી ચોરી કરી તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે, પરંતુ SBI એ એવી નવી સેવા શરૂ કરી છે, જેનાથી ડેબિટ કાર્ડ દ્વારા વધતી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના એકાઉન્ટ ધારકો માટે ખાસ સેવા શરૂ કરી છે. આ નવી સેવા દ્વારા તમે એટીએમ કાર્ડ વગર એટીએમ માંથી રોકડ ઉપાડી શકશો.

SBI એ તેની નવી સર્વિસથી તેના ખાતાધારકોને ડેબિટ કાર્ડને લઈને વહન કરવાની તકલીફથી છુટકારો અપાવી દીધો છે. તમે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી રોકડ ઉપાડી શકશો. SBI એ Yono Cash નામની સર્વિસ લોન્ચ કરી છે. આ નવી સર્વિસ યોનો કેશ દ્વારા ગ્રાહકો હવે એસબીઆઇના 1.65 લાખ એટીએમમાંથી ડેબિટ કાર્ડ વગર રોકડ રકમ ઉપાડી શકશે. તેના માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર પડશે નહિ.

(2:01 pm IST)