Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

દિગ્વિજય સિંહ ભોપાલથી લડશે લોકસભા: ભોપાલ ભાજપનો ગઢ છે : ૧૯૮૯ બાદ કોંગ્રેસી આ બેઠક જીતી શકી નથી

ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથે શનિવારે અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભોપાલ સંસદીય વિસ્તારથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. કમલનાથે કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમીતિએ નિશ્ચય કર્યો છે કે દિગ્વિજય સિંહ ભોપાલથી ચુંટણી લડશે. આ નામની હું જાહેરાત કરી શકું છું. આ સાથે જ તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહને ઇંદોર, જબલપુર અથવા ભોપાલથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું. અંતમાં નિશ્ચય થયો કે દિગ્વિજય સિંહ ભોપાલથી જ લડશે.

કમલનાને જ્યારે પુછવામાં આવ્યું કે, ભોપાલથીચૂંટણી લડાવવાનાં નિર્ણયથી દિગ્વિજય સિંહ ખુશ છે કે નહી ? કમલનાથે કહ્યું કે, આ તો તેમને પુછો, પરંતુ હું તો ખુશ છું. દિગ્વિજયે રાજ્યવિધાનસભાની અંતિમ ચૂંટણી 2003માં લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજય બાદ  તેમમે 10 વર્ષ સુધી કોઇ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. જેના કારણે તેમણે અત્યાર સુધી કોઇ જ ચૂંટણી નથી લડી. દિગ્વિજય વર્તમાન માં રાજ્યસભા સાંસદ છે. કોંગ્રેસની ડોઢ દશક બાદ રાજ્યમાં સત્તા વાપસી થઇ છે અને હવે દિગ્વિજયસિંહ પણ ચૂંટણીલ ડવા તૈયાર છે.

ભોપાલ સંસદીય  વિસ્તારમાં અત્યાર સુધીનાં ચૂંટણી પરિણામ  પર નજર  નાખતા જાણવા મળે છે કે આ સીટ ભાજપનો ગઢ બની ચુકી છે. ભોપાલમાં વર્ષ 1989 બાદથી અત્યાર સુધી 8 ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને જીત  મળી છે. અહીંથી સુશીલ ચંદ્ર વર્મા, ઉમા ભારતી, પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશી અને આલોક સંજય ચૂંટાઇ ચુક્યા છે. બીજી તરફ આ સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસના 6 સાંસદો ચૂંટાઇ ચુક્યા છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા મુખ્ય છે. આ પ્રકારે વર્ષ 1977ની ચૂંટણીમાં લોકદળથી આરિફ બેગ અહીંથી ચુંટાયા હતા.

રાજ્યમાં લોકસભાની 29 સીટો છે, જેમાંથી 26 પર ભાજપનો કબ્જો છે. ત્રણ સીટો કોંગ્રેસ પાસે છે. છિંદવાડાથી કમલનાથ, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રતલામથી કાંતિલાલ ભુરિયા કોંગ્રેસના સાંસદ છે.

(1:04 pm IST)