Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

માકપા પક્ષનો નવો ચૂંટણી મંત્રઃ ''ઇસ બાર મોદી બેરોજગાર'' મંત્ર સાથે ચૂંટણી પ્રચાર કરશેઃ ચૂંટણી પ્રચારમાં પણ મોદીનું નામ વટાવવાની ફરજ પડી

  કેન્દ્ર સરકારને એનડીએની નીતિઓથી મુકત કરવાના ઉદેશથી ચૂંટણી મંત્ર ''ઇસ બાર મોદી બેરોજગાર''ની સાથે લોકસભા ચૂંટણી લડશે. સૂત્રોએ જણાવ્યું કે, પાછલા અઠવાડિયે મેરેથોન બેઠક દરમિયાન પાર્ટી મહાસચિવ સીતારામ યુચુરીના નેતૃત્વમાં  આ નિર્ણય લેવામાં આવ્યો હતો. માકપાના પોલિત બ્યૂરો સભ્ય બૃંદા કરાતે સોમવારે મીડિયા સાથે જણાવ્યું કે, આ વખત તેમની પાર્ટી ત્રણ સૂત્રીય એજન્ડાની સાથે ચૂંટણી પ્રચાર કરશે.

કરાતેએ જણાવ્યું કે વામપંથી દળોએ સોશ્યિલ મીડિયા પર ભાજપના હું પણ ચોકીદાર અભિયાનના જવાબમાં 'ઇસ બાર મોદી બેરોજગાર' મંત્ર પર નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે  માકપાએ અન્ય વામદળોની સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. અને યોગ્ય ઉમેદવારની ઓળખ કરવામાં આવી રહી છે. જે બેઠકો પર અમારી પાસે મજબૂત ઉમેદવાર નથી ત્યાં અમે વિપક્ષી નેતાઓનું સમર્થન કરીશું.

જે બેઠકો પર માકપા એકલી છે ત્યાં ઉમેદવારોના નામાંકનમા કોઇ વિલંબ નથી પરંતુ જે બેઠકો પર તે અન્ય ડાબેરી ઉમેદવારોની સાથે છે ત્યાં વિલંબ થઇ શકે છે.

(12:45 pm IST)