Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

કુમારસ્વામી કહે છે મારા પુત્રને ટીકીટ આપવા સામે વાંધા લેનાર કોંગ્રેસીઓને સમર્થન નહિ આપીએ

બેંગ્લુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ જણાવ્યું હતુ કે લોકસભા ચૂંટણીઓમાં માંડયા બેઠક પર તેમના પુત્ર નિખિલના ગડબંધન ઉમેદવાર તરીકેની ઉમેદવારીનો વિરોધ કરનારા કોંગ્રેસ નેતાઓને સમર્થન માટે વિનંતી કરશે. નિખિલનો વિરોધ કરનારા કોંગ્રેસી નેતાઓની ઝાટકણી કાઢતા મુખ્યમંત્રીએ કહ્યું કે મૂળ કોંગ્રેસી નેતાઓ અગાઉથી સમર્થન આપી ચુકયા છે અમે તેમના વિજયની ખાત્રી માટે જેડી(એસ) કાર્યકર્તાઓ જ પૂરતા છે.

માંડયામા કેટલાક નેતાઓ પાછલા બારણે આગળ વધી ગયા છે અને હવે તેમની સાથે વાતચીત કરવાની કોઇ જરૂર નથી એમ સ્વામીએ જણાવ્યુ હતુ. પાર્ટી કાર્યકર્તાઓ કુશળ છે પીઠમાં ઘા કરનારા લોકો પર વિશ્વાસ કરવા કરતા પ્રમાણીકપણે કામ કરતા લોકો પર ભરોસો હોવાનું સ્વામીએ જણાવ્યુ હતુ.

કોંગ્રેસે જેડી(એસ) ને ગઠબંધનમાં સીટ આપવાનો નિર્ણય કર્યો હતો. માંડયામાં સ્વતંત્ર ઉમેદવાર સુમાલથા અંબરીષને પાર્ટીએ ટીકીટ આપવાનો ઇન્કાર કર્ર્યાે હોવા છતા કેટલાક કોંગ્રેસી નેતાઓએ  અંબરીષને સમર્થન આપ્યા બાદ મુખ્યમંત્રી કુમારસ્વામીએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

 

(12:45 pm IST)