Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

યુપીમાં ભાજપનો ધુઆધાર પ્રચારનો પ્રારંભ આગ્રામાં આજે અમીત શાહની સભા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કા માટે ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નાખી છે. રવિવારથી યુપીમાં પાર્ટી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આગ્રામાં એક સભાને સંબોધશે. જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહારનપુરમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. આ ચૂંટણીમાં સપા અને બસપાના ગઠબંધન બાદ ભાજપની સામે 2014ના પ્રદર્શનને દોહરાવવાનો મોટો પડકાર છે. જે એટલું સરળ નથી. આવામાં ભાજપ પોતાની તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવા માંગતો નથી. આથી આગ્રમાં આ વખતે હાલના સાંસદ રામશંકર કઠેરિયાની ટિકિટ કાપી નાખવામાં આવી છે.

ભાજપ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં વિજય સંકલ્પ સભાઓનું આયોજન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે આગ્રમાં એક સભાને સંબોધશે. 26 માર્ચના રોજ અમિત શાહ મુરાદાબાદમાં વિજય સંકલ્પ સભાને સંબોધશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ પણ હશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 24 માર્ચના રોજ સહારનપુરમાં ચૂંટણી સભા સંબોધશે. તેઓ સૌથી પહેલા સિદ્ધપીઠ મા શાકુંભરી દેવીના દર્શન બાદ બેહટ વિસ્તારમાં સભા સંબોધશે. યોગી સવારે 10.30 કલાકે સહારનપુરમાં એરફોર્સના સરસાવા હેલિપેડ પહોંચશે. ત્યારબાદ હેલિકોપ્ટરથી મા શાકુંભરી દેવી મંદિર 11.15 કલાકે પહોંચશે. સીએમ માટે મા શાકુંભરી દેવી મંદિરની પાસે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. મંદિરમાં પૂજા પાઠ કરીને આશીર્વાદ લેશે. અહીંથી વિધાનસભા નંબર 1થી ચૂંટણી બ્યુગલ ફૂંકાશે. બેહટ ક્ષેત્રમાં ગ્રામ નાગરમાં જનસભાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. અહીંથી  તેઓ 1.20 કલાકે હેલિકોપ્ટરથી વૃંદાવન જવા રવાના થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે લખનઉથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ સવારે 10.30 કલાકે એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા કે કે પેલેસ વીઆઈપી રોડ પર પંજાબી સાંસ્કૃતિક મિલન સમારોહમાં સામેલ થશે. આ કાર્યક્રમ બાદ રાજનાથ સિંહ દિલકુશા કોલોની આવાસ જશે. સાંજે 4.30 કલાકે મધ્ય વિધાનસભા દ્વારા રસ્તોગી ઈન્ટર કોલેજમાં આયોજિત હોલી મિલન સમારોહમાં સામેલ થશે. સાંજ 6 કલાકે નિરાલાનગર શિશુ મંદિર માધવ સભાગારમાં ઉત્તર વિધાનસભાના હોળી મિલન કાર્યક્રમમાં સામેલ થશે.

(12:29 pm IST)