Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ડુમકા તિજોરીથી નાણાની ઉચાપતનો કેસ શું છે......

૩.૧૩ કરોડની ઉંચાપતનો કેસ

નવી દિલ્હી,તા. ૨૪: લાલુ યાદવને ચારા કૌભાંડના ચોથા કેસમાં આજે સાત-સાત વર્ષની સજા કરવામાં આવી હતી. બે જુદી જુદી કલમો હેઠળ લાલુને આ સજા કરવામાં આવી છે. આ સમગ્ર મામલો ડુમકા તિજોરીમાંથી ઉંચાપતનો છે. લાલુને આવરી લેતો આ મામલો ડુમકા તિજોરીમાંથી ગેરકાયદે ઉચાપત સાથે સંબંધિત છે. ડુમકા તિજોરીમાંથી આશરે ૩.૭૬ કરોડ રૂપિયાની ગેરકાયદે ઉચાપત કરવામાં આવી હતી. આને લઈને સીબીઆઈએ ૧૯૯૬માં એફઆઈઆર દાખલ કરી હતી. આ રકમ ૧૯૯૫થી ૧૯૯૬ વચ્ચે ઉપાડવામાં આવી હતી. મામલાની તપાસ બાદ સીબીઆઈએ ૧૧મી એપ્રિલ ૧૯૯૬ના દિવસે રિપોર્ટ દાખલ કર્યો હતો. ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની સામે પાંચ કેસો સીબીઆઈએ હાથ ધર્યા છે.

(7:23 pm IST)