Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જ્યાં સુધી રાહુલ નેતા છે ત્યાં સુધી મોદી જીતશે જ

કેન્દ્રીય મંત્રી રામદાસે દાવો કર્યો

નવી દિલ્હી,તા. ૨૪: કેન્દ્રીય મંત્રી અને રીપબ્લિકન પાર્ટીના નેતા રામદાસ અઠાવલે આજે કહ્યું હતું કે, જ્યાં સુધી રાહુલ ગાંધી નેતા તરીકે છે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી હારતી રહેશે અને વડાપ્રધાન મોદી જીતતા રહેશે. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની સરખામણી કરતા અઠાવલે દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી હાલમાં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મોદી અને કોંગ્રેસ અધ્યક્ષની સરખામણી થઈ શકે તેમ નથી. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો મુકાબલો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં થોડી સીટો ઘટી શકે છે પરંતુ જીત અમારી થનાર છે. અઠાવલેએ કહ્યું હતું કે, ગઠબંધન અક્કબંધ રહેશે. કેન્દ્રમાં સરકાર ભાજપના નેતૃત્વમાં એનડીએની રહેશે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએમાં શામિલ થયેલા અઠાવલે આક્રમક પ્રહારો કર્યા હતા. અઠાવલે હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેમને મહારાષ્ટ્રના શક્તિશાળી રાજકિય નેતાઓ પૈકીના એક તરીકે ગણવામાં આવે છે.

(7:19 pm IST)