Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મુંબઇઃ નીરવ મોદીના ઘરે ઇડી - CBIના દરોડાઃ ૨૬ કરોડની જ્વેલરી સહિતની સંપત્તિ જપ્ત

ત્રણ દિવસ ચાલ્યુ સર્ચ ઓપરેશનઃ ચિત્રકાર એમએફ હુસૈન - અમૃતા શેરગિલના કિંમતી પેઇન્ટિંગ્સ પણ જપ્ત

મુંબઇ તા. ૨૪ : એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી) અને સીબીઆઇએ ૧૩,૫૦૦ કરોડના પીએનબી ફ્રોડ કેસના આરોપી નીરવ મોદીના મુંબઇ સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. પીટીઆઇના અહેવાલ અનુસાર, આ કાર્યવાહીમાં રૂ.૨૬ કરોડની જવેલરી, ઘડિયાળ અને પેઇન્ટિંગ જપ્ત કરવામાં આવ્યા છે. અન્ય એક અહેવાલ અનુસાર, આ કાર્યવાહીમાં રૂ.૨૫ કરોડની ડાયમંડ જવેલરી જપ્ત થઇ છે.

ઇડીના એક અધિકારીએ ઝણાવ્યું કે આ બાબતમાં સીબીઆઇની એક ટીમે ગુરુવારે નીરવ મોદીના મુંબઇ સ્થિત ઘર સમુદ્ર મહલ પર દરોડો પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ દરોડો શનિવાર સવાર સુધી ચાલુ રહ્યો. આ દરમિયાન ૧૫ કરોડ રૂપિયાની એન્ટિક જવેલરી, ૧.૪૦ કરોડ રૂપિયાની મોંઘી ઘડિયાળો અને ૧૦ કરોડ રૂપિયાના પેઇન્ટિંગને જપ્ત કરવામાં આવ્યું છે. તેમાં જાણીતા ચિત્રકાર એમએફ હુસૈન, કેકે હિબ્બર, અમૃતા શેરગિલના પેઇન્ટિંગ્સ છે. આ ઉપરાંત ઇડીએ રૂ.૧૦ કરોડની વિંટી પણ જપ્ત કરી છે.તપાસ એજન્સીએ રૂ.૧૩,૫૪૦ કરોડના ફ્રોડ કેસમાં ડાયમંડ જવેલર અને તેના મામા ગીતાંજલિ ગ્રુપના મેહુલ ચોકસી સામે અન્ય એક કેસ દાખલ થયા પછી આ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ૨૫૧ પ્રોપર્ટીઝ પર દરોડા પડી ચૂકયા છે. તેમાં ડાયમન્ડ, ગોલ્ડ, પ્રેશિયસ અને સેમી પ્રેશિયસ સ્ટોન્સ અને મોતી કબજે કરવામાં આવ્યા છે.ઇડીએ નીરવ મોદી અને મેહુલ ચોકસી ગ્રુપની લગભગ રૂ.૭,૬૩૮ કરોડની સ્થાવર સંપત્ત્િ। પણ એટેચ કરી છે. ચોકસી, નીરવ મોદી અને તેમની ફેમિલી પીએનબી દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ થયાના એક મહિના પહેલા વિદેશ ચાલ્યા ગયા હતા.(૨૧.૨૯)

(3:40 pm IST)