Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મમતા બેનર્જી મામલાની તપાસ કરાવી ન્યાય અપાવશે :હસીન જહાં

મમતા બેનર્જીએ અને હસીન જ્હાની મુલાકાત યોજાઈ ;હસીને કરી મહમ્મ્દ શમીની ધરપકડની માંગ

 

કોલકાતા ;ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં આજે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો દરવાજો ખખડાવ્યો છે હસીન જહાંએ બપોરે 3 કલાકે મમતા બેનર્જી સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી બંન્નેની મુલાકાત આશરે 20 મિનિટ સુધી ચાલી હતી

   મમતા બેનર્જી સાથેની મુલાકાત બાદ હસીન જહાંએ કહ્યું, હું મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ ખુશ છું. તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી. દરમિયાન મેં તેમને ગત દિવસોમાં થયેલા ઘટનાક્રમની માહિતી આપી. મેં તેમને મોહમ્મદ શમીની ધરપકડની માંગ કરી. તેમણે મારી વાત સાંભળ્યા બાદ કહ્યું, તે મામલાની તપાસ કરાવશે. ત્યારબાદ જે જરૂરી પગલા હશે તે ભરશે

   હસીન જહાંએ પહેલા શમી પર મારપીટ અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. પહેલા શમીની વિરુદ્ધ ફિક્સિંગનો આરોપ બીસીસીઆઈએ નકારી દીધો છે. તેને બીસીસીઆઈએ વાર્ષિક કોન્ટ્રાક્ટમાં પણ સામેલ કરી લીધો છે. શમીને બી ગ્રેડમાં રાખવામાં આવ્યો છે. તે પ્રમાણે તેને વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા મળશે

   પહેલા શમીએ પત્ની હસીન જહાંના હેરાન કરવાના અને ગેરકાયદે સંબંધોના આરોપો નકારી દીધા છે. શમીએ ટ્વીટ કર્યું, હું મોહમ્મદ શમી છું. જેટલા પણ સમાચારો અમારી ખાનગી જિંદગી વિશે ચાલી રહ્યાં છે તે ખોટ્ટા છે. અમારી વિરુદ્ધ મોટુ ષડયંત્ર છે અમે મને બદનામ કરવાનો અને મારી રમત ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

શમીની પરિવારજનો પણ આરોપોને નકારી ચૂક્યા છે. હસીને આરોપ લગાવ્યો હતો કે શમીને બીજી યુવતીઓ સાથે સંબંધ છે

(9:47 am IST)