Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જો એકવાર મસ્જીદ બની જાય તો તે અલ્લાહની સંપતિ, તેને તોડી ન શકાયઃ અયોધ્યા મુદ્દે સુપ્રિમમાં મુસ્લિમ પક્ષકાર દ્વારા જવાબ

નવીદિલ્હીઃ અયોધ્યામા રામમંદિર અને મસ્જીદ મુદ્દે વિવાદ ઘેરાયેલો છે ત્યારે અયોધ્યામા ફરી મસ્જીદ બને તો અલ્લાહની સંપતિ છે

તેમ સુપ્રિમમાં મુસ્લિમ પક્ષકારે  ફેર વિચારણાની માંગ કરી છે.

 સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા મુદ્દે સુનવણી દરમિયાન બાબરી મસ્જીદનાં પક્ષકારો તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને 1994નાં ઇસ્માઇલ ફારૂખી ચુકાદા અંગે ફરી એકવાર વિચારણા કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ ચુકાદામાં મસ્જિદને ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો માનવામાં આવ્યો હતો. રાજીવ ધવને કહ્યું કે, ઇસ્લામ હેઠળ મસ્જિદનું ખુબ જ મહત્વ હોય છે, જો એકવાર મસ્જીદ બની જાય તો તે અલ્લાહની સંપત્તી માનવામાં આવે છે. તેને તોડવામાં આવી શકે નહી  

બાબરીનાં પક્ષકારોનાં વકીલે કહ્યું કે, પેગમ્બર મોહમ્મદે મદીનાથી 30 કિલોમીટર દૂર મસ્જિદ બનાવી હતી. ઇસ્લામમાં તેનાં અનુયાયીઓ માટે મસ્જિદ જવું અનિવાર્ય માનવામાં આવ્યું છે. રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, તે કહી દેવું કે આ સ્થળે (અયોધ્યામાં વિવાદિત ઢાંચા પર) કોઇ મસ્જીદ નહોતી, તેનાંથી કઇ જ સાબિત નથી થતું. તેવો આદેશ કોણે આપ્યો કે ત્યાં નમાજ નહી પઢવામાં આવે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી પુરી થઇ ચુકી છે. હવે આ મુદ્દે આગામી સુનવણી 6 એપ્રીલે આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 16 માર્ચે શિયા વકફ બોર્ડનાં અધ્યક્ષ વસીમ રિઝવીએ વિવાદિત સ્થળ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને વિવાદિત સ્થળો પર નામજ બંધ કરાવવાનો ઉકેલ આપ્યો હતો. આ સ્થળોમાં તેમણે અયોધ્યામાં બનેલી મસ્જીદનો પણ સમાવેશ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે, અયોધ્યાનું વિવાદિત સ્થળ હિન્દુઓને સોંપી દેવું જોઇએ, કારણ કે ત્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રિઝવી તે અગાઉ પણ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેની ભલામણ કરી ચુક્યા છે. જો કે તેનાં માટે તેમને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આલોચના સહન કરવી પડી હતી. 

(7:23 pm IST)