Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના અધ્‍યક્ષ કુમારસ્‍વામીએ રાજ્યસભાની ચૂંટણીમાં ગરબડ હોવાની ફરિયાદ કરીઃ ચૂંટણી રદ્દ કરવા માંગણી

નવી દિલ્હીઃ જનતા દળના (સેક્યુલર) અધ્યક્ષ કુમારાસ્વામીએ રાજ્યસભા ચૂંટણીમાં ગડબડની ફરિયાદ નોઁધાવી છે અને ચૂંટણી આયોગને માંગ કરી છે કે ચૂંટણી કેન્સલ કરવામાં આવે. તેમણે કહ્યું કે બે વરિષ્ઠ નેતાઓએ પહેલા બેલેટ પેપરમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેમને નવા બેલેટ પેપર પર ફરીથી મતદાન કરવાની મંજૂરી આપી દીધી. ગુરૂવારે જનતા દળે (સેક્યુલર) ઉચ્ચ ન્યાયાલયમાંથી રાજદ્રોહી સાંસદોને અયોગ્ય જાહેર કરવાનું કહ્યું હતું. પરંતુ ઉચ્ચ ન્યાયાલયે કહીને હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

(5:26 pm IST)