Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીની હાજરીમાં ભારતીય ક્રિકેટર મનોજ તિવારી પાર્ટીમાં જોડાયા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર મનોજ તિવારી હવે રાજકારણમાં નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. મનોજ તિવારી આજે હુગલીમાં યોજાયેલી એક રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયો.

આ અગાઉ મનોજ તિવારીએ ટ્વીટ કરીને જાણકારી પણ આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આજથી નવી સફરની શરૂઆત, તમારા પ્રેમ અને સમર્થનની જરૂર છે. હવેથી ઈન્સ્ટાગ્રામ પર આ મારી પોલીટિકલ પ્રોફાઈલ રહેશે.

હાવડામાં જન્મેલા 35 વર્ષના મનોજ તિવારીએ ભારતીય ક્રિકેટ ટીમમાં વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે મેચ જુલાઈ 2015માં રમી હતી. તે ભારત માટે 15 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.

એવી અટકળો છે કે મનોજ તિવારીને વિધાનસભા ચૂંટણીમાં હાવડાથી ટિકિટ મળી શકે છે. 35 વર્ષના મનોજ તિવારીનો જન્મ હાવડામાં જ થયો હતો. છોટા દાદા નામથી ચર્ચિત મનોજ તિવારી પશ્ચિમ બંગાળ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યો છે. આ ઉપરાંત આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમ માટે રમી ચૂક્યો છે.

(4:52 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • દેશના બીજા નંબર સ્ટોક એક્સચેન્જ એનએસસીમાં મોટો ફોલ્ટ : દેશભરમાં શેરોના કામકાજ ઠપ્પ : હજારો બ્રોકરોને અસર : આજે સવારે ૧૧:૪૦ કલાકે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મોટો ટેકનીકલ ફોલ્ટ થતાં આ શેરબજાર બંધ કરી દેવાયુ છે : ઉચ્ચ અધિકારીઓ આ ફોલ્ટ માટે દોડી ગયા છે : એનએસસીમાં ફયુચર અને ડે ટુ ડે સોદા તથા ડિલીવરી કામકાજા બંધ થઈ જતાં દેશભરના હજારો બ્રોકરો અને લાખો ગ્રાહકોને મોટી અસર થઈ છે : સોદા અટકી પડતા દેકારો બોલી ગયો છે : મુંબઈ શેર બજાર રેગ્યુલર ચાલુ હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યુ હતું access_time 12:00 pm IST

  • હૈકરોએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલને બનાવ્યા નિશાન : ઈ-મેલ હૈક કરીને લોકો પાસે માંગી રકમ : પોલીસ તપાસ શરૂ :હૈંકરોએ પૂર્વ ગવર્નર -પૂર્વ કેબિનેટ સચિવ પ્રભાતકુમારનો ઈમેલ આઈડી હૈક કરીને તેના કેટલાય પરિચિતો પાસેથી પૈસા મંગાવ્યા : પૂર્વ રાજ્યપાલ પ્રભાતકુમારે નોઈડા થાના સેક્ટર -39માં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી access_time 12:23 am IST