Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

મહારાષ્ટ્રની મહાવિકાસ ગઠબંધન સરકારના ઘટક દળોમાં મતભેદ નથીઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરેની પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ સોમવારના વિપક્ષી ભાજપાના આ દાવાને રદ કરી દીધો જેમા કહેવાાં આવ્યું હતુ કે રાજય સરકારમા સામેલ દળો વચ્ચે દરાર આવી ગઇ છે.  આના ઉલટમાં એમણે દાવો કર્યો કે સહયોગી દળોમાં સારો સમન્વય બનેલો છે. એમણે સતારૂઢ મહાવિકાસ ગઠબંધન સરકારના ધારાસભ્યોની બેઠકને સંબોધિત કરતા કહ્યું કે વિતેલા ત્રણ મહિનામા સહયોગી દળોના તાલમેલ અને સહયોગ સારો રહ્યો છે આને વધુ મજબૂત બનાવવાની  આવશ્યકતા છે.

બેઠકમા હાજર એક ધારાસભ્યના અનુસાર એમણે કહ્યું કે હાલમાંજ એમની કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત થઇ અને એક કલાક સુધી ચાલેલ વાતચીતમાં ઘણા મુદા પર ચર્ચા થઇ. ઠાકરેએ એમ પણ કહ્યું કે તે  રાકાંપા અધ્યક્ષ શરદ પવાર અને કોંગ્રેસના સંપર્કમા  રહે છે એટલા માટે ભાજપાની ગઠબંધનમા  દરાર આવવાની વાત ભરોસાલાયક બિલ્કુલ નથી.

(9:59 pm IST)