Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું

નમસ્તે ટ્રમ્પમાં વિશેષ શૈલીમાં સંબોધન

અમદાવાદ, તા. ૨૪ : અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઐતિહાસિક અને ભવ્ય નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું તે નીચે મુજબ છે.

*          ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવા પ્રકરણની રૂઆત થઇ છે

*          ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે

*          વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ટ્રમ્પ પરિવારનું અમે સ્વાગત કરીએ છીએ

*          ટ્રમ્પ પરિવાર સાથે પહોંચ્યા છે જે સંબંધોને એક પરિવાર જેવી મીઠાસ આપી રહ્યા છે

*          બંને દેશોના સંબંધ માત્ર સામાન્ય ભાગીદારીના નથી પરંતુ તેના કરતા પણ વિશેષ અને ઘનિષ્ઠ છે

*          અમેરિકન લોકોના સપનાને સાકાર કરવા ટ્રમ્પે જે કામ કર્યું છે તેનાથી દુનિયાના દેશો પરિચિત છે

*          મેલેનિયા ટ્રમ્પ, પુત્રી ઇવાન્કા, જમાઈ જરેડ પણ પોતપોતાના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી કરી રહ્યા છે

*          કાર્યક્રમ ગુજરાતમાં છે પરંતુ સમગ્ર દેશ ટ્રમ્પ પરિવારને જોઇને રોમાંચિત છે

*          કાર્યક્રમનું નામ નમસ્તે રખાયું છે આનો પણ ખુબ મહત્વ છે

*          નમસ્તેનો મતલબ માત્ર વ્યક્તિને નહીં બલ્કે તેની દિવ્યતાને નમન માટે છે

*          હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાયો છે

(8:06 pm IST)