Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અતિથિ દેવો ભવઃ પ્રોટોકોલ તોડીને પીએમ મોદીએ ટ્રમ્પનું ઉષ્માભેર સ્વાગત કર્યુ

અમદાવાદ, તા.૨૪: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમની સાથે યુએસ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ અમદાવાદ આવી પહોંચ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ બે દિવસના ભારતના પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદી તેમનું સ્વાગત માટે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. ટ્રમ્પ સાથે તેમના દીકરી ઇવાન્કા અને જમાઇ પણ ભારત આવી પહોંચ્યા છે. ટ્રમ્પ એર ફોર્સ વનમાંથી નીચે ઉતરીને પીએમ મોદીને ભેટી પડ્યા હતા. ટ્રમ્પના વિમાનના આગમન પહેલા જ પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા.

(3:50 pm IST)