Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ટ્રમ્પે શાહરૂખની DDLJ - અમિતાભની શોલે ફિલ્મનો કર્યો ઉલ્લેખ

ભારતીય સંગીતના કર્યા વખાણ : સચિન - વિરાટ કોહલી જેવા ખેલાડીઓને કર્યા યાદ

અમદાવાદ તા. ૨૪ : અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંભાષણમાં ભારતીયા સાંસ્કૃતિક વારસા અને તહેવારોનો ઉલ્લેખ કર્યો તો સાથો સાથ તેમણે હિન્દી ફિલ્મ અને ભારતીય ક્રિકેટરોનો પણ ઉલ્લેખ કર્યો.

ડોનાલ્ડ ટ્રમ્પે શાહરૂખ ખાન-કોજાલ અભિનિત ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બોલિવૂડની ફિલ્મો દ્વારા જે ક્રિએટીવિટી બતાવવામાં આવે છે તે અદ્દભૂત છે. આ સાથે જ તેમણે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પણ યાદ કર્યા હતા.

દિવાળી, હોળીનો ઉલ્લેખ કર્યો તો સાથો સાથ સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ભારતમાં હિન્દુૃ-મુસિલ્મ, શીખ, ઈસાઈ એકતા પર ભાર મૂકયો અને ભારતની એકતાના કારણે ભારત આજે વિશ્વમાં મિસાલ બન્યો છે.

ટ્રમ્પે તેમની સ્પીચમાં કહ્યું કે ભારતીય સીનેમાનો આકાર ખૂબ જ ભવ્ય છે ત્યાં દર વર્ષે અંદાજે બે હજાર ફિલ્મો બને છે. અહિંયાની ફિલ્મોમાં ભાંગડા અને સંગીત ધમાકેદાર હોય છે. તેઓએ શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને શોલેની પણ પ્રશંસા કરી.

(3:41 pm IST)