Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

'માસિક ધર્મ મહાભોજ'માં શામેલ થયા મનીષ સિસોદિયા: પીરિયડ્ઝવાળી મહિલાઓના હાથે બનેલી રસોઈ જમ્યા

ભુજનો દિલ્હીમાં પડઘો : મયૂર વિહારની મહિલાઓએ માસિક ધર્મ મહાભોજનુ આયોજન કર્યુ

નવી દિલ્હી : મહિલાઓ વિશે આપેલા પોતાના વિવાદના કારણે ગુજરાતના સ્વામીનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરુપ દાસની જોરદાર ટીકા થઈ હતી. સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસે કહ્યુ હતુ કે જો મહિલાઓ માસિક ધર્મ એટલે કે આવતા હોય તો તેમણે એ દરમિયાન જમવાનુ ન બનાવવુ જોઈએ. તેમણે કહ્યુ હતુ કે માસિક ધર્મ દરમિયાન જો મહિલા કિચનમાં પતિ માટે જમવાનુ બનાવે તે નિશ્ચિત રીતે તે કૂતરી તરીકે પુનર્જન્મ લેશે. તેમના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. જ્યારે દિલ્લીની મહિલાઓએ આનો વિરોધ કરવા માટે ખાસ રીત અપનાવી.

રવિવારે મયૂર વિહારની મહિલાઓએ માસિક ધર્મ મહાભોજનુ આયોજન કર્યુ, જેમાં દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ભાગ લીધો. મનીષ સિસોદિયા આ દરમિયાન એ મહિલાઓના હાથે બનેલુ જમ્યા જેમના પીરિયડ્ઝ ચાલી રહ્યા હતા. આ કાર્યક્રનુ આયોજન મયૂર વિહાર ફેઝ-2ના પૉકેટ-એ સેન્ટ્રલ પાર્કમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ.

આ મહાભોજનો હેતુ હતો, 'મહિલાઓના માસિક ધર્મની ગરિમાને જાળવી રાખવી.' પીરિયડ્ઝવાળી મહિલાઓના હાથે ભોજન ખાતા મનીષ સિસોદિયાનો ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઘણી યુઝર્સે મનીષ સિસોદિયાના ત્યાં જવા અને પીરિયડ્ઝવાળી આ મહિલાઓના હાથનુ બનેલુ ભોજન જમવા માટે પ્રશંસા કરી છે. આ આયોજનમાં લગભગ 300 લોકો શામેલ થયા હતા.

ભોજન બનાવતી મહિલાઓએ એપ્રન પહેર્યુ હતુ જેના પર લખ્યુ હતુ - 'હું માસિક ધર્મવાળી એક ગૌરવાન્વિત મહિલા છુ.'

  ગુજરાતના ભૂજમાં સ્વામી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યુટમાં માસિક ધર્મ ચેક કરવા માટે 68 છોકરીઓએ બળજબરીથી તેમની અંડરવેર ઉતરાવી હતી. આ કેસ સામે આવ્યા બાદ ઘણો હોબાળો થયો હતો. 'માસિક ધર્મ મહાભોજનો હેતુ આ ઘટનાનો પણ વિરોધ દર્શાવવાનો હતો.

(1:27 pm IST)