Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

મધ્યપ્રદેશમાં નાયબ અધિકારીએ 1 લાખની લાંચ માંગી : ખેડૂતે તેની ગાડી પાછળ ભેંસ બાંધી દીધી

મધ્યપ્રદેશના એક નાયબ અધિકારીએ ખેડૂત પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માંગી ત્યારે ગુસ્સે ભરાયેલા ખેડૂતએ અધિકારીની ગાડી સાથે ભેંસ બાંધી દીધી હતી  નાયબ અધિકારીએ ખેડૂતની જમીનથી સંબંધિત ફાઇલ આગળ ધપાવવા એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી, ત્યારબાદ ખેડૂતએ તેની ભેંસને અધિકારીની ગાડીની પાછળ બાંધી દીધી હતી. આ કેસ મધ્યપ્રદેશના ભોપાલના ટીકમગઢનો છે. ખડગાપુર તહસીલ ઓફિસની બહાર ખેડૂતએ અધિકારીની ગાડીની પાછળ ભેંસ બાંધી હતી.

 મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ટીકમગઢ 270 કિલોમીટર દૂર છે. માહિતી અનુસાર ખેડૂતનું નામ લક્ષ્‍મી યાદવ છે, તેમણે આરોપ લગાવ્યો છે કે નાયબ અધિકારીએ તેની પાસેથી એક લાખ રૂપિયાની માંગ કરી હતી, પરંતુ તેમણે 50000 રૂપિયાની અગાઉ લાંચ આપી હતી અને તેમની પાસે બીજા 50000 રૂપિયા ચૂકવવા માટે ન હતા તેથી તેઓએ તેમની ભેંસને જ અધિકારીની ગાડી સાથે બાંધી દીધી. તેઓએ કહ્યું કે મારી પાસે પૈસા નથી. આ બાબત સામે આવ્યા પછી, પ્રશાસન હચમચી ગયું છે

 

(10:00 pm IST)