Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

શહીદ મેજરના પત્નીએ કહ્યું તેમના માટે હું પોતે આર્મીમાં જઈ રહી છું, : પતિને આ સાચી શ્રદ્ધાંજલિ

મુંબઈ :પુલવામા હુમલા બાદ પુરા દેશમાં સૈન્ય પ્રત્યે માન અને સન્માનની લાગણી જોવા મળે છે. શહિદોની અંતિમ વિધી દરમિયાન અનેક ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતા અનેક સૈન્ય સંતાનોએ સેનામાં ભરતી થઈને પોતાનાં શહિદ પિતાનો બદલો લોવાની વાત કહિ. મહારાષ્ટ્રનાં વિરારમાં રહેતા ગૌરી મહાડિકે ડિફેન્સ પરિક્ષા પાસ કરીને સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. શહિદની પત્નિનું કહેવું છે કે, મારા તરફથી પતિને આ સાચી શ્રદ્ધાંજલી હશે.

શહિદ મેજર પ્રસાદ મહાડિકની 32 વર્ષિય પત્નિ ગૌરી મહાડિક નજીકનાં સમયમાં ભારતીય સૈન્યમાં ભરતી થશે. પોતાનાં શહિદ પત્નિને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે આ પગલું ભર્યું છે. મેજર મહાડિક વર્ષ 2017નાં ડિસેમ્બર મહિનામાં ઇન્ડો-ચાઈના બોર્ડર સ્થિત તવાંગમાં શહિદ થયા છે.

 

(8:31 pm IST)