Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

હિમાચલ હિમસ્ખલનઃ પ લાપત્તા સૈનિકોને શોધવાના પ્રયાસ તેજ

નવી દિલ્હીઃ  અનેક દિવસોની હિમવર્ષા બાદ આજે હવામાન સ્વસ્છ થવા સાથે જ  બચાવકર્મીઓએ  હિમાચલ પ્રદેશના તિબેટ સીમા નજીક હિમસ્ખલન પછી લાપત્તા થયેલા પાંચ સૈનિકોની શોધખોળનું  અભિયાન ઝડપભેર હાથ ઉપાડી લીધુ હતુ. આ દુર્ધટનામા એક જવાનનું મૃત્યુ થઇ ચૂકયુ છે અને અન્ય પાંચની બચાવની સંભાવના પણ ઓછી દેખાય છે તેમ અધીકારીઓએ જણાવેલ છેે. ર૦ ફેબ્રુઆરીએ નામગિયા ડોગરી પાસે હીમશીલાલ ફસકી ગઇ હતી. જેમા જમ્મુ કશ્મીર રાઇફલ્સના છ જવાન દબાઇ ગયા હતા ભારે બરફ પડતા તેમને બચાવવાનુ અભિયાન ખોરવાયું હતુ.

(11:46 am IST)