Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

CAA નો અનોખો વિરોધ : કબર પર પોતાના પૂર્વજ પાસે રડતા- રડતા નાગરિકતાના પુરાવારૂપે દસ્તાવેજ માંગ્યા

પ્રયાગરાજમાં કોંગ્રેસના નેતા હસીબ અહેમદ વિરોધનો નવતર કીમિયો અપનાવ્યો

નવી દિલ્હી : દેશમાં કેટલીક ઠેકાણે નાગરિક સંશોધન કાયદો (CAA)નો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક સડકો પર ઉતરીને તો ક્યાંક બેનર સ્વરૂપે વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં સીએએનો વિરોધ કરવાની એક અનોખી રીત જ સામે આવી છે.

 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કોંગ્રેસના નેતા હસીબ અહેમદ વિરોધનો નવતર તરીકો અપનાવતાં પોતાના પૂર્વજોની કબર પાસે પહોંચ્યા હતાં અને રડતાં રડતાં નાગરિકતા સંબંધિત દસ્તાવેજોની માંગ કર હતી.

   હસીબ કબ્રસ્તાન પહોંચ્યા અને પૂર્વજોની કબર પાસે જઈને રડતાં રડતાં તેમની પાસે ભારતીય હોવાના પુરાવા રૂપે દસ્તાવેજની માંગણી કરી હતી. હસીમ અહેમદે જણાવ્યું હતું કે, અમારી પાસે દસ્તાવેજ નથી પરંતુ અમે ભારતમાં પેઢીઓથી રહીએ છીએ. મેં મારા પૂર્વજોને કહ્યું કે, આપણે આ દેશના નાગરિક છીએ એવો પુરાવો આપો. અમે સરકાર પાસે પણ માંગ કરી છે કે જો અમને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના હોય તો અમારા પૂર્વજોના અવશેષ પણ ત્યાં જ રાખવામાં આવે

(4:13 pm IST)