Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વિદ્યાર્થિનીને ૪૫૦ ઊઠ-બેસની શિક્ષાઃ શિક્ષિકા વિરૂધ્ધ ગુનો

ઘરેથી લેશન કરી ન લાવનારી વિદ્યાર્થિનીનાં કથિત રીતે કપડાં કાઢી શિક્ષિકા લતાએ તેને સોટીથી ફટકારી હતી

થાણે, તા.૨૪: હોમવર્ક પૂરું ન કરનારી આઠ વર્ષની વિદ્યાર્થિનીને શિક્ષા તરીકે '૪૫૦ ઊઠ-બેસ'કરવાનું કહેનારી ખાનગી ટ્યૂશન ટીચર વિરુદ્ઘ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ઘટના બાદ શુક્રવારે થાણે જિલ્લાની શાળામાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું સ્વાસ્થ્ય કથળતાં સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઘટના પહેલાં ગયા મહિને પણ ઘરેથી લેશન કરી ન લાવનારી વિદ્યાર્થિનીનાં કથિત રીતે કપડાં કાઢી શિક્ષિકા લતાએ તેને સોટીથી ફટકારી હતી. આ પ્રકરણે વિદ્યાર્થિનીની માતાએ ફરિયાદ નોંધાવી હતી, એવું નયા નગર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેકટર સોહેલ પઠાણે જણાવ્યું હતું.

શુક્રવારે મીરા રોડના શાંતિ નગર વિસ્તારમાં રહેતી બાળકીને શિક્ષિકાએ શિક્ષા તરીકે ૪૫૦ ઊઠ-બેસ કરવાનું કહ્યું હતું. ટયૂશન કલાસમાંથી બાળકી દ્યરે પાછી ફરી ત્યારે તે બરાબર ચાલી શકતી ન હોવા તરફ માતાનું ધ્યાન ગયું હતું. તેના બન્ને પગે સોજા આવી ગયા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું.

બાળકીને સારવાર માટે હાઙ્ખસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઈ તેની માતાએ શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે શિક્ષિકા વિરુદ્ઘ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.

(10:24 am IST)