Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

અયોધ્યામાં રામ મંદિર માટે લાલ પત્થરોની કોઈ અછત નહીં રહે : ખાણોની કરાઈ હરરાજી

બંશી પહાડપુરની ખાણોને 17 ગણી હરાજી કિંમત મળી:રાજ્યને 38 ખાણોની હરાજીમાંથી રૂ. 245 કરોડથી વધુની આવક

અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે લાલ પત્થરોની કોઈ અછત નહીં રહે, સાથે જ મંદિર માટે કાયદાકીય રીતે લાલ પથ્થરો લાવી શકાય છે. ભારત સરકાર (GoI) એ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના સહયોગથી લાલ પથ્થરોના ખાણકામ માટે સંવેદનશીલ વિસ્તાર બંશી પહાડપુર ખાણોની હરાજી કરી છે. આ ખાણોની હરાજીથી સરકારને 17 ગણી વધુ આવક થઈ છે. આ સાથે આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દસ હજારથી વધુ લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થશે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પત્થરો (લાલ સેંડસ્ટોન) સપ્લાય કરતી બંશી પહાડપુરની ખાણોને અનામત કિંમત કરતાં 17 ગણી હરાજી કિંમત મળી છે. રાજ્યને 38 ખાણોની હરાજીમાંથી રૂ. 245 કરોડથી વધુ રકમ મળી છે. અધિક મુખ્ય સચિવ, ખાણ અને પેટ્રોલિયમ, ડૉ. સુબોધ અગ્રવાલે માહિતી આપી હતી કે રાજ્યને બે ખાણોમાં અનામત કિંમત કરતાં 42% વધુ નાણાં મળ્યા છે.

 

અગ્રવાલે કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતના પ્રયાસોને કારણે સંવેદનશીલ બંશી પહાડપુર વિસ્તારમાં હરાજી શક્ય બની છે. તેમણે કહ્યું, ‘હવે રામ મંદિર માટે કાનૂની ખનન કરવામાં આવશે અને મંદિર માટે પથ્થરો ઉપલબ્ધ થશે. તેમણે માહિતી આપી હતી કે બંશી પહારપુર વિસ્તારમાં લગભગ 230 હેક્ટર વિસ્તારમાં 39 ખાણો બનાવવામાં આવી છે. 10 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી બે તબક્કામાં ભારત સરકારના ઈ-પ્લેટફોર્મ પર હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. તેમણે માહિતી આપી હતી કે આ પ્લોટની અનામત કિંમત રૂ. 7.93 કરોડ હતી, જ્યારે રાજ્ય સરકારને તેમની હરાજીમાંથી રૂ. 245.54 કરોડની આવક થશે.

(8:52 pm IST)