Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

બાપ રે! હવે આ ડેલ્મીક્રોન શું છે?: જાણો તે કઇ રીતે ઓમિક્રોનથી અલગ પડે છેઃ શું છે તેના લક્ષણ અને સારવાર?

નવો વેરિયન્ટ સામે આવ્યો નામ છે ડેલ્મીક્રોન

નવી દિલ્હી, તા.૨૩: યુરોપીય દેશોમાં ઓમિક્રોનની સુનામીને લઇને સ્વાસ્થ્ય તજજ્ઞોએ ભારતમાં ફેલાયેલા સમુદાયના વિશે ભારે ચિંતા વ્યકત કરી છે. વર્તમાન સમયમાં દેશમાં ઓમિક્રોનનાં સૌથી વધારે કેસો આવી રહ્યાં છે. એમાંય સૌથી વધારે મહારાષ્ટ્ર અને બીજા નંબર પર દિલ્હીનો સમાવેશ થાય છે. ત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ એ ડેલ્ટા વેરિઅન્ટ કરતા અનેક ગણો ખતરનાક છે. ત્યારે હવે વધુ એક નવો વેરિઅન્ટ સામે આવ્યો છે કે જેનું નામ છે Delmicron.

Delmicron કોવિડનો ડબલ રૂપ છે કે જે હવે પશ્યિમમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ નામ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ અને ઓમિક્રોન વેરિઅન્ટને મળીને તેની વ્યુત્પતિ કરવામાં આવી છે. કારણ કે, હાલમાં આ બંને વેરિઅન્ટ ભારતમાં સમગ્રપણે ફેલાઈ ચૂકયાં છે.

કોવિડ પર રાજય સરકારના ટાસ્ક ફોર્સના સભ્ય શશાંક જોશીએ કહ્યું છે કે, Delmicron યુરોપ અને અમેરિકામાં ડેલ્ટા અને ઓમિક્રોનના ટ્વિન્સ સ્પાઈકસના કારણે કેસોમાં નાની એવી સુનામી આવી છે. તેમણે કહ્યું કે, હજુ એ જોવાનું બાકી છે કે, ઓમિક્રોનનો ભારતમાં કેવો ફેલાવો રહેશે? શું તે ડેલ્ટા વેરિએન્ટ માટે વ્યાપક એકસપોઝર છે. હાલમાં ડેલ્ટા ડેરવેટિવ, ડેલ્ટાનો વંશજ ભારતમાં મુખ્ય રીતે ચલણમાં છે. ઓમિક્રોન ઝડપથી દુનિયાના અન્ય ભાગોમાં પણ જગ્યા લઈ રહ્યો છે. પરંતુ એવું અનુમાન લગાવવાની કોઈ રીત નથી કે ડેલ્ટા ડેરિવેટિવ અને ઓમિક્રોનનાં લક્ષણો કેવાં રહેશે.

જાણો ઓમિક્રોન વેરિઅન્ટનાં શું છે લક્ષણો?

જયારે ઓમિક્રોન અને તેની ગંભીરતાની જો વાત કરીએ તો તેના દર્દીઓમાં સામાન્ય રીતે ચાર પ્રકારનાં લક્ષણો જોવા મળતા હોય છે. જેમાં ઉધરસ, થાક, લોહીનો જમાવ અને નાક વહેવું. CDCની કોરોનાનાં લક્ષણોની યાદીમાં માંસપેશીઓ અને શરીરમાં દુૅંખાવો થવો, માથું દુઃખવું તેમજ ગળામાં ખરાબી અને ઉલ્ટી થવી જેવાં વગેરે લક્ષણો સામેલ છે. તદુપરાંત કોઇ પણ લક્ષણ વગરનું સંક્રમણ પણ તેમાં સામેલ છે.

જાણો ઓમિક્રોનથી બચવા માટે શું છે તેની સારવાર?

કર્ણાટકનાં ઓમિક્રોનનાં સંક્રમણને લઇને સકારાત્મક પરીક્ષણ કરનાર કર્ણાટકનાં એક વ્યકિતએ તેની સારવાર અને તેનાથી સ્વસ્થ થવા માટેની વાત કરી હતી. IANS એ તેને ટાંકીને જણાવ્યું હતું કે, ઓમિક્રોન સંક્રમણ માટે કોઇ જ ઉપચાર નથી. તેની માટે માત્ર વિટામીન Cની ગોળીઓ અને એન્ટીબાયોટિકસ જ આપવામાં આવે છે. તેનાથી કોઇ પણ જાતનો થાક નથી લાગતો અને તેનાં લક્ષણ પણ સાવ સામાન્ય હોય છે. એટલાં માટે મે પોતે એક સપ્તાહ માટે તેનાં વોર્ડમાંથી કામ કર્યું હતું.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ આ અંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઓમિક્રોનનાં કેસો સૌથી વધારે વધી શકે તેમ છે. તેઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા તેમજ વાયરસથી સુરક્ષિત રહેવા માટે પોતાનો ખ્યાલ રાખવાની પણ યોગ્ય સલાહ આપી છે.

(10:44 am IST)