Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ફ્રાન્સમાં અંધાધુંધ ફાયરિંગમાં ત્રણ પોલીસના મૃત્યુ : ચોથો પલીસકર્મી ગંભીર

પારિવારિક હિંસાની ફરિયાદ મળતા પહોંચેલી પોલીસ મહિલાને બચાવવા પ્રયાસ કરતા આધેડે અંધાધુંધ ફાયરિંગ કર્યું

પેરીસ : ફ્રાંસના મધ્યમાં આવેલા પુય-ડી-ડોમ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ પોલીસના મોત નીપજ્યાં છે જ્યારે ચૌથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે.

 સમાચાર એજન્સી એએફપી અનુસાર સ્થાનિક પોલીસને પારિવારિક હિંસાની ફરિયાદ મળ્યા બાદ પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસકર્મીએ જ્યારે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે 48 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેમાં ત્રણ પોલીસકર્મીના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા છે જ્યારે ચોથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે.

ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર મહિલાએ છત પર સંતાઇ ગઇ હતી અને ઘરની અંદર આગ લાગી હતી. પોલીસે જ્યારે મહિલાને બચાવવા માટે ઘરમાં પ્રવેસી ત્યારે 48 વર્ષીય વ્યક્તીએ ફાયરિંગ શરૂ કરી દીધું.

 

સ્થાનિક પોલીસને પારિવારિક હિંસાની ફરિયાદ મળ્યા બાદ પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને પોલીસકર્મીએ જ્યારે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે 48 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી. આ ઘરમાં આગ લાગી હતી એટલે વ્યક્તિની ઓળખ થઈ શકી નહોતી.

(7:05 pm IST)