Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ભારતીય સ્‍ટાર્ટઅપ ફેસચેનએ દેશનો પ્રથમ બ્‍લોકચેન સ્‍માર્ટફોન લોન્‍ચ કર્યોઃ સસ્‍તા દરના કારણે ચીનને ટક્કર મારશે

નવી દિલ્હી: ભારતીય સ્ટાર્ટઅપ ફેસચેનએ દેશનો પહેલો બ્લોકચેન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સ્માર્ટફોન બનાવતી કંપની દાવો કરે છે કે આ સ્માર્ટફોનનો એક પણ ભાગ ચીનનો નથી અને તે લોકલ ફોર વોકલ હેઠળ બનાવવામાં આવ્યો છે.

કંપનીએ આ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા

કંપનીએ ઇનબ્લોક સિરીઝના ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. તેમાં Inblock E10 , E12 અને E15 વેરિએન્ટ સામેલ છે. Inblock E12 સ્માર્ટફોનની કિંમત 7450 રૂપિયા રાખવામાં આવી છે. Inblock E10 સ્માર્ટફોન જે ત્રણ વેરિએન્ટમાં આવી રહ્યું છે. તેમાં (1-16) સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 4,999 રૂપિયા, (2-16) વેરિએન્ટની કિંમત 5,999 રૂપિયા અને (3-16) વેરિએન્ટની કિંમત 6,499 રૂપિયા રાખવામાં આવી છે.

સ્માર્ટફોનના લોન્ચમાં સામેલ થયા યૂપી સરકારના મંત્રી

કંપનીનું કહેવું છે કે, આ સ્માર્ટફોન પ્રધાનમંત્રી મોદીના લોકલ ફોર વોકલ અભિયાનથી પ્રેરિત છે. ફેસચેનના બ્લોકચેન-પાવર્ડ સ્માર્ટફોનને મંગળવારના લોન્ચ દરમિયાન યૂપી સરકારના કેટલાક મંત્રી અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

માર્ટફોન બનાવવામાં કોઈ ચીની પ્રોડક્ટનો ઉપયોગ થયો નથી

કંપનીનો દાવો છે કે, આ સ્માર્ટફોનમાં કોઈપણ ચીની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો નથી. સ્માર્ટફોન બનાવવા માટે તમામ પાર્ટ્સ દુબઇથી મંગાવવામાં આવ્યા છે. આ ફોનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી થવા પર યૂઝર્સને સર્વિસ સેન્ટર પર જવાની જરૂરિયાત નથી. પરંતુ સર્વિસ ટીમ ઘરે આવી ફોન ઠીક કરશે.

ટ્રિપલ કેમેરા સેટઅપની સાથે લોન્ચ કર્યો સ્માર્ટફોન

આ સિરીઝનું પ્રીમિયમ સેગમેન્ટ E15 છે. આ મોડલની કિંમત 8,600 રૂપિયાથી લઇને 11,999 રૂપિયા સુધી હોઈ શકે છે. આ ફોન ટ્રિપલ કેમેરા સેટઅપની સાથે આવી રહ્યો છે.

1 જાન્યુઆરીથી શરૂ થશે ભારતમાં વેચાણ

ભારતમાં આ ફોનનું વેચાણ 1 જાન્યુઆરીથી શરૂ થશે. Fesschainનો આ બ્લોકચેન પાવર્ડ સ્માર્ટફોન Inblock ઓનલાઇન ખરીદી શકાય છે. તેની સાથે જ ઓફલાઇન રિટેલ સ્ટોર પર પણ ફોન ઉપલબ્ધ કરવામાં આવશે.

Fesschain આવા 10 લાખ ફોન બનાવવાની તૈયારીમાં છે

Fesschainના ફાઉન્ડર અને સીઈઓ દુર્ગા પ્રસાદ ત્રિપાઠીનું કહેવું છે કે, ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં 89 ટકા માર્કેટ શેર નોન ઇન્ડિયન કંપનીઓનો છે. તેમણે કહ્યું છે કે, કંપની પાસે 10 લાખ સ્માર્ટફોન બનાવવાની કેપિસિટી છે.

(5:12 pm IST)