Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ઇન્કમટેક્ષ બચાવવા માંગો છો? તો કરો આ ઉપાય

મુંબઇ, તા.૨૩: વધતી જતી મોંઘવારીમાં સૌ કોઈ ઇન્કમટેક્ષ બચાવવા માંગે છે. એવામાં  LTC Cash Voucher Scheme તમારો  ઇન્કમટેક્ષ બચાવવામાં સૌથી કારગર સાબિત થઈ શકે છે. LTC Cash Voucher Schemeદ્ગટ ફાયદો હવે દરેક લોકો લઈ શકે છે. સરકારી કર્મચારીઓથી લઈને પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ સરકારની આ સ્કીમનો લાભ લઈ શકે છે. આ યોજના ઈનકમ ટેકસ બચાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

શું છે LTC Cash Voucher Scheme?

એલટીસી કેશ વાઉચર સ્કીમ અંતર્ગત કર્મચારીઓને LTCના બદલામાં ટેકસ ફ્રી કેશ વાઉચર આપવાનું પ્રાવધાન છે.

૧) કર્મચારીઓને LTC ભાડાની રાશિની ગણી રકમ એવી ચીજો-સેવાઓ પાછળ ખર્ચ કરવી પડશે, જેના પર જીએસટી દર ૧૨ ટકા અથવા તેનાથી વધારે હોય.

૨) આ ચીજો અથવા સેવાઓ ફકત રજિસ્ટર્ડ દુકાનદારો, સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી જ ખરીદવી પડશે, નહીં તો તમને આ યોજનાનો લાભ નહીં મળે.

૩) ૧૨ ઓકટોબર, ૨૦૨૦થી લઈને ૩૧ માર્ચ ૨૦૨૧ના વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મથી નાણાંની ચૂકવણી કરવાની રહેશે.

૪) તેમણે એક વાઉચર લેવું પડશે, જેના પર જીએસટીની સંખ્યા અને રાશિનું પુરું વૃતાંત આપેલું હોય.

૫) કર્મચારીઓ માટે આ છૂટ તેમના ૨૦૧૮-૨૧ના સમય અવધિમાં લાગૂ એલટીસીની ભરપાઈના સંબંધમાં લાગૂ થશે.

માની લો કે તમારા પરિવારમાં ૪ સભ્યો છે, દરેક વ્યકિત માટે ૨૦ હજાર રૂપિયા ભાડા સ્વરૂપે મળી શકે છે તો

કુલ  LTC ભાડું = ૨૦,૦૦૦ * ૪ = ૮૦,૦૦૦ રૂપિયા

કુલ ખર્ચ કરવો પડશે = ૮૦,૦૦૦ * ૩ =૨,૪૦,૦૦૦ રૂપિયા

એટલેકે, જો તમે ૨.૪૦ લાખ રૂપિયા ખર્ચ કરશો તો જ તમને ન્વ્ઘ્ કેશ વાઉચર સ્કીમનો ફાયદો મળી શકશે અને ટેકસમાં તમને છૂટ મળશે. પણ જો તમે માત્ર ૧.૮૦ લાખ રૂપિયા જ ખર્ચ કરતા હોવ તો તેને કુલ ન્વ્ઘ્ ફેયરના ૭૫ ટકા એટલેકે, ૬૦ હજાર રૂપિયા પર જ ફાયદો મળશે.

પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓને પણ મળશે છૂટ

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યુંછેકે, કેન્દ્ર સરકાર ઉપરાંત અન્ય કર્મચારીઓને માન્ય એલટીસીના રૂપમાં બન્ને તરફના ભાડા પર વ્યકિત દીઠ અધિકતમ ૩૬,૦૦૦ રૂપિયા કેશ ભત્ત્।ાની ભરપાઈ પર ઈનકમ ટેકસનો લાભ મળશે. આ છૂટ કેટલી શરતોને આધીન હશે.

સીબીડીટીએ કહ્યુંકે, અન્ય કર્મચારીઓને લાભ અપાવવા માટે એલટીસી ભાડાની સમાંતર કેશ ભરપાઈને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓના હોય તેવા લોકોને પણ પણ ઈનકમ ટેકસમાં છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. ગૈર-કેન્દ્રીય કર્મચારીઓમાં રાજય સરકારો, સાર્વજનિક ક્ષેત્રોના ઉપક્રમ, બેંક અને પ્રાઈવેટ ક્ષેત્રના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

(3:42 pm IST)