Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ELSS રોકાણકર બચત અને વળતરની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિકલ્પ

ગમે તેટલી રકમનું રોકાણ થઇ શકેઃ ૩ વર્ષનો લોક-ઇન ગાળોઃ ગૌરવ રસ્તોગી

મુંબઇ, તા.૨૩: જાન્યુઆરી મહિનો આવી ગયો છે અને જો તમે નોકરિયાત હોય તો તમારી કંપની ટૂંક સમયમાં જ નાણાકીય વર્ષ દરમિયાન તમે કરેલાં બધાં કર બચત રોકાણોની દ્યોષણા કરવા માટે તમને પૂછશે (જો નહીં પૂછ્યું હોય તો). અને તમારે રોકાણમાં ઘણા બધા વિકલ્પમાંથી પસંદગી કરવાની છે અને કલમ ૮૦સી હેઠળ કપાતપાત્ર રૂ.૧,૫૦,૦૦૦નાં રોકાણો જાહેર કરવાનાં રહેશે. ઈએલએસએસ રોકાણ કર બચત અને વળતરોના નજરિયાથી તમારી પાસે ઉપલબ્ધ ઉત્તમ વિકલ્પમાંથી એક છે. વાસ્તવમાં કરપાત્ર આવક ધરાવતા બધા નાગરિકોને તે લાગુ થાય છે.

ઈએલએસએસનું આખું સ્વરૂપ ઈકિવટી લિંકડ સેવિંગ્સ સ્કીમ છે. તે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે, જેમાં રોકાણો આવકવેરા ધારાની કલમ ૮૦સી હેઠળ કપાતપાત્ર છે. મોટા ભાગના ફંડ ગૃહો ટેકસ સેવર અથવા ઈએલએસએસ યોજનાઓ તરીકે વર્ગીકૃત યોજનાઓ ધરાવે છે.

ઈએલએસએસમાં રોકાણોની અમુક મુખ્ય વિશિષ્ટતાઓ નીચે મુજબ છેઃ

૧. તમે નાણાકીય વર્ષમાં એક કે વધુ ઈએલએસએસમાં ગમે તેટલી રકમ રોકાણ કરી શકો છો. જોકે પાત્ર રોકાણોમાં રૂ. ૧,૫૦,૦૦૦ સુધીનાં જ તમારાં રોકાણો કલમ ૮૦સી હેઠળ કપાતપાત્ર છે.

૨. ઈએલએસએસનું ભંડોળ ઈકિવટી બજારમાં રોકાણ કરવામાં આવે છે, જે વધુ જોખમ ધરાવે છે, પરંતુ વળતરો માટે ઉચ્ચ સંભાવનાઓ ધરાવે છે.

૩. આ યોજનાઓમાં રોકાણો પર ૩ વર્ષનો લોક-ઈન સમયગાળો હોય છે.

૪. તમે કોઈ પણ અન્ય મ્યુચ્યુઅલ ફંડ યોજનાની જેમ એકસામટું રોકાણ અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી ઈએલએસએસમાં રોકાણ કરી શકો છો.

૫. એલટીસીજીની રજૂઆત સાથે ઈએલએસએસ ફંડ્સ પર મૂડીલાભો એ લાભોમાં પ્રથમ રૂ. ૧ લાખ પર મુકિત સાથે ૧૦ ટકાના એલટીસીજી કર માટે પાત્ર રહેશે. અહીં સૌથી સ્માર્ટ બાબત જો લાભો રૂ.૧ લાખથી નીચે હોય તો ૩ વર્ષ પછી ઈએલએસએસનાં તમારાં યુનિટ્સ વેચી નાખો અને તે વર્ષની કર બચત માટે ફરીથી ઈએલએસએસ ફંડ્સમાં અથવા જો રોકાણકાર ૮૦સી કર બચત માટે વધુ પાત્ર નહીં હોય તો નિયમિત ઈકિવટી ફંડ્સમાં રોકાણ કરો.

મોટા ભાગના નાગરિકો ભૂતકાળમાં કર બચત માટે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ્સ (પીપીએફ)માં રોકાણ પર આધાર રાખતા હતા. આ ઉત્તમ વિકલ્પ રહ્યો છે, કારણ કે સરકાર દ્વારા વળતરો જાહેર કરાય છે અને તે ખાતરીદાયક હોય છે. ભૂતકાળમાં પીપીએફનાં વળતરો નીચા પ્રવાહમાં હોવા છતાં ખાસ્સાં ઉચ્ચ રહ્યાં છે. ઉપરાંત પીપીએફ ઈઈઈ કરમુકત છે, જેનો અર્થ રોકાણ, કમાણી અને ઉપાડના તબક્કામાં કોઈ કર લાગુ થતો નથી, પરંતુ ઈએલએસએસમાં રોકાણોનું પણ એવું જ છે. જોકે દ્યણાં બધાં પરિમાણો પર ઈએલએસએસ પીપીએફ કરતાં ઉત્તમ રોકાણ વિકલ્પ છે,

તો હવે ઈએલએસએસથી દૂર રહેવાનું હવે બંધ કરવું જોઈએ અને તેને તમારા કર બચત રોકાણ પોર્ટફોલિયોનો હિસ્સો બનાવવા જોઈએ. અને ડાયરેકટ મ્યુચ્યુઅલ ફંડ મંચનો ઉપયોગ કરીને તમે રોકાણ કરો ત્યારે તમારાં નાણાં ડાયરેકટ પ્લાન્સમાં જ જાય તેની ખાતરી રાખો, જે તમારી ભરપૂર બચત કરશે, જે નાણાં અન્યથા કમિશન તરીકે ચૂકવવા પડ્યા હોત.

(3:02 pm IST)