Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બજેટમાં પેન્શનરોને ટેકસમાં છૂટછાટ મળવા સંભાવના

કોરોના કાળમાં આર્થિક ફટકો સહન કરતા વડિલોને મળશે રાહત

નવી દિલ્હી તા. ૨૩ : કોરોના કાળમાં વડિલો ઉપર પણ આર્થિક પ્રહાર થયો છે. હવે સરકાર તેમને નવા વર્ષમાં આર્થિક મોરચે રાહત આપી શકે છે. સરકાર પેન્શન ધારકોને ઇન્કમટેકસમાં છૂટ આપવા વિચાર કરી રહી છે. બજેટ ૨૦૨૧-૨૨માં પેન્શન ધારકોને સરકાર ટેકસમાં કેટલીક રાહત આપી શકે છે.

પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ નાણા મંત્રાલયે ઇન્કમટેકસમાં રાહત આપવા જણાવ્યું છે. તેથી અનુમાન લગાવામાં આવે છે કે સરકાર નેશનલ પેન્શન સ્કીમ હેઠળ વડિલોને ટેકસમાં છૂટછાટ આપી શકે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીએ સરકાર પાસે એનપીએસમાં ૧૪ ટકા સુધીની હિસ્સેદારી પર ટેકસ છૂટ આપવાની ભલામણ કરી છે. સાથોસાથ પેન્શન ધારકોને કેન્દ્રીય કર્મચારીઓની બરાબર ટેકસ છૂટ આપવા ભલામણ કરવામાં આવી છે.

પીએફઆરડીએ સમય-સમય પર સરકાર પાસે પેન્શન ધારકોને છૂટછાટ આપવા માંગણી કરતું હોય છે તો ટાયર-વન કર્મચારીઓને એનપીએસ સાથે જોડાયેલા મામલાઓમાં છૂટ આપવા અને ટાયર-ટુના તમામ પેન્શન ધારકોને ૮૦-સી હેઠળ છૂટ આપવા ભલામણ કરી છે.

(10:09 am IST)