Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પ્રયાગરાજના ફૂલપુરની IFFCOના P-1 યુનિટમાં એમોનિયા ગેસ લીક થતા બે અધિકરીઓના મોત

મોડીરાત્રે સમગ્ર ગેસ ગળતર સમગ્ર યુનિટમાં ફેલાયું :ગેસ લીકેજ રોકવા પહોંચેલા બે અધિકરીઓના મોત : 15થી વધુ કમર્ચારીઓની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્હી : પ્રયાગરાજના ફૂલપુર IFFCO પ્લાન્ટમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં એમોનિયા ગેસ લીક થવાથી બે અધિકારીઓના મોત થયા છે, જ્યારે 15 કર્મચારીઓની તબીયત લથડી છે. જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

 આ અંગે મળતી વિગત મુજબ મોડી રાત્રે 11 કલાકે ફૂલપુરની IFFCOના P-1 યુનિટમાં એમોનિયા ગેસનું લીકેજ શરૂ થયું હતું. જે બાદ ત્યાં ઉપસ્થિત વીપી સિંહ નામના અધિકારી લીકેજને રોકવા માટે પહોંય્યા હતા. તેમની પાછળ તેમને બચાવવા માટે અન્ય એક અધિકારી અભયનંદન પણ પહોંચ્યા હતા. જેમાં આ બન્ને કર્મચારીઓના મોત થયા હતા

જો કે આ દરમિયાન એમોનિયા ગેસનું ગળતર  સમગ્ર યુનિટમાં ફેલાઈ ચૂક્યું હતું અને ત્યાં ઉપસ્થિત 15 કર્મચારીઓ તેની ચપેટમાં આવી ચૂક્યા હતા. જેમાં કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા એક્સપર્ટે સ્થિતિને કાબૂમાં કરી હતી,

કહેવાય છે કે, એમોનિયાની ચપેટમાં આવવાથી બીમાર થયેલા ધર્મવીર સિંહ, લાલજી, હરિશચંદ્ર, અજીત કુશવાહા, અજીત, રાકેશ કુમાર, શિવ, કાશી, બલવાન, અજય યાદવ, સીએસ યાદવ, આરઆર વિશ્વકર્મા, રાકેશ સહિત અનેક કર્મચારીઓ IFFCOમાં બનેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે

(9:43 am IST)