Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

એટલી ઠંડી પડી કે ATMને પણ ધાબળો ઓઢવો પડયો

જમ્મુ-કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સતત ચાલુ છે. લેહ-લડાખ, કારગિલમાં તાપમાનનો પારો માઈનસ ૧૬ ડિગ્રી સે. સુધી પહોંચી ગયો છે. હાડ થીજાવતી ઠંડીમાં રસ્તા પર રહેતા લોકોની હાલત વધુ કફોડી થઈ જાય છે.  આટલી કાતિલ ઠંડીમાં માનવી તો થીજી જ જાય પરંતુ આવી કડકડતી ઠંડીમાં એટીએમને પણ ધાબળો ઓઢવાનો વારો આવી ગયો છે. લોકોએ અહીં એટીએમને ધાબળો ઓઢાડી દીધો છે. જેથી તેને ગરમાવો મળે અને તે બરાબર કામ કરતું રહે. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે. હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી અને ઉત્ત્।રાખંડના કેદારનાથમાં બે ફૂટ અને બદ્રીનાથમાં એક ફૂટથી વધુ બરફવર્ષા થઈ છે. એટીએમને ધાબડો ઓઢાડવામાં આવતા સ્થાનિકોને ભારે કુતૂહલ થયું હતુ સાથે રમૂજ સર્જાઈ હતી.

(4:31 pm IST)