Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ભારતીય વાયુસેનાની વધશે તાકાત ; રૂ, 2,236 કરોડના સંરક્ષણ કરારને કેન્દ્ર સરકારની મંજૂરી

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડથી લિંક્સ યૂ2 નેવલ ગનફાયર કંટ્રોલ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપી

નવી દિલ્હી ;  સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે સંરક્ષણ સંપાદન પરિષદે મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતીય વાયુસેનાના આધુનિકીકરણ અને પરિચાલન જરૂરિયાતો માટે 2,236 કરોડ રૂપિયાના મૂડી સંપાદન દરખાસ્તની જરૂરિયાતને મંજૂરી આપી છે,

સાથે જ કહ્યું કે આઈએએફના ખરીદ પ્રસ્તાવ જીસેટ-7સી સેટેલાઈટ અને ગ્રાઉન્ડ હબ માટે સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયોની રીયલ ટાઈમ કનેક્ટિવિટી માટે હતું. આ પ્રોજેક્ટ ભારતમાં સેટેલાઈટની સંપૂર્ણ ડિઝાઈન, વિકાસ અને લોન્ચિંગની કલ્પના કરવામાં આવી છે.

  સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો (SDR) માટે જીસેટ-7સી સેટેલાઈટ અને ગ્રાઉન્ડ હબને સામેલ કરવાથી આપણા સશસ્ત્ર દળોની સુરક્ષિત મોડમાં તમામ પરિસ્થિતીઓમાં એકબીજાની વચ્ચે વાતચીત કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. આ મહિને સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 12 હેલીકોપ્ટર સહિત 7,965 કરોડ રૂપિયાના હથિયારો અને સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી હતી. મંત્રાલયની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકમાં પ્રાપ્ત દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી

  ડીએસીએ 12 લાઈટ યૂટિલિટી હેલીકોપ્ટર ખરીદવાના પ્રસ્તાવ સિવાય ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડથી લિંક્સ યૂ2 નેવલ ગનફાયર કંટ્રોલ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપી, જે નૌકાદળના યુદ્ધ જહાજોની દેખરેખ અને સંચાલન ક્ષમતાને વધારશે. DACએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડોર્નિયર એરક્રાફ્ટના અપગ્રેડેશનને પણ મંજૂરી આપી હતી, જેનો હેતુ નૌકાદળની જાસૂસી અને તટીય દેખરેખ ક્ષમતા વધારવાનો છે.

(11:42 pm IST)