Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

કેન્દ્ર સરકાર લોન ન ચુકવીને દેશ છોડીને ભાગી છુટનારા સામે કાર્યવાહી કરવા બેન્કોના સીઇઓને અધિકાર અપાયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાણીજોઇને લોન ન ચુકવાનારાઓ અને ફ્રોડ કરી દેશ છોડીનેભાગી જનારાઓ પર લગામ કસવા માટે મોટુ પગલુ ઉઠાવ્યુંછે. સરકારે પબ્લીક સેકટર બેંકોના સીઇઓએસને શકમંદો સામે લુક આઉટ સર્કુલર જારી કરવા માટે અનુરોધ કરવાનો અધિકાર આપી દીધો છે. આ પગલુ સરકારે એવા સામયે ઉઠાવ્યું છે. જયારે દેશમાંથી વિજય માલ્યા નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા બિઝનેસમેન બેંકોના રૂપીયા લઇને ભાગી ચુકયા છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ એક સકર્યુલરમાં ફેરફાર કરતા સરકારી બેંકોના સીઇઓએસને એક અધિકારીઓની યાદીમાં સામેલ કરી લીધા છે. જે મંત્રાલયમાંથી કોઇની સામે લુક આઉટ સકર્યુલર જારી કરવા માટે અનુરોધ કરી શકે છે. પબ્લીક સેકટર બેંકોને મજબુતી આપવા માટે મંત્રાલયે આ પગલું એક ઇન્ટર મિનિસ્ટ્રીયલ પેનલ દ્વારા અપાયેલા સુચનો બાદ ઉઠાવ્યું છે. મંત્રાલયના આ પગલા વિશે પુછવામાં આવ્તા નાણાકીય સેવાઓના સચિવ રાજીવ કુમારે કહયું કે સરકારે આ નિર્ણય બેકીંગ સેકટરને સ્વચ્છ બનાવવાના અભિયાનને આગળ વધારવા અંતર્ગત લીધું છે. પીએનબીફ્રોડ સામે આવ્યા બાદ અને તેની સામે જોડાયેલા નીરવ મોદી તેમજ મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી ગયા બાદ નાણા મંત્રાલયએ સરકારી બેંકોને એ બધા લોન લેનારાઓની પાસપોર્ટ ડીટેલ્સ જમા કરાવવા કહયું જેમણે પ૦ કરોડ રૂપીયાથી વધુની લોન લીધી છે. કુમારે જણાવ્યું કે માત્ર પાસપોર્ટ ડીટેલ્સ હોવાથી બ્રેકીંગ સેકટરને સશકત ન બનાવી શકાય. પરંતુ તેના માટે સરકારી બેંકોના સીઇઓએસને જાણી-જોઇને લોનન ભરનારા અને ફ્રોડ કરનારાઓ સામે લુક આઉટ સકયુૂલર જારી કરવા માટે અનુરોધ કરવાનો અધિકાર આપવાનું પણ જરૂરી હતું. જેથી કોઇ પણ શંકાસ્પદને દેશમાંથી ભાગતો રોકી શકાય. તેમણે કહયું કે તેનાથી જાણી જોઇને લોન ન ચુકવનારાઓના રસ્તામાં મોટી અડચણ આવશે સાથે જ લોન આપનારા અને લેનારા વચ્ચે સંબંધોમાં પણ આધારભુત પરીવર્તન થશે.

(6:26 pm IST)