Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

કેન્દ્રમાં લઘુત્તમ પગાર ૨૧૦૦૦ કરવા તૈયારી

કેન્દ્રીય કર્મચારીઓને ટુંક સમયમાં મળશે ખુશખબર : મીનીમમ પે સ્કેલમાં રૂ. ૩૦૦૦નો થશે વધારો : હાલ ૧૮૦૦૦ છે

નવી દિલ્હી તા. ૨૩ : કેન્દ્રીય કર્મચારીઓ માટે સાતમુ પગાર પંચની ભલામણો લાગુ થવાની ઈંતેજારી હજી પૂરી થવાનું નામ નથી લઈ રહી. જોકે, આશા વ્યકત કરાઈ રહી છે કે સરકારી કર્મચારીઓને આ ફાઈનાન્શિયલ વર્ષથી વધેલી સેલેરી મળી શકે છે, તે પણ પગારપંચની ભલામણ કરતા વધુ. સૂત્રોની માનીએ તો મોદી સરકાર જાન્યુઆરીથી વધેલી સેલેરીની જાહેરા કરી શકે છે. જોકે, આ જાહેરાત કયારે થશે તેની કોઈ અધિકારિક પુષ્ટિ થઈ નથી. આગામી વર્ષે થનારા ઈલેકશનને જોતા જાન્યુઆરી ૨૦૧૯થી ભલામણો લાગુ થઈ શકે છે. લધુત્ત્।મ પગારમાં પણ ૩ હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે.

ફાઈનાન્સ મંત્રાલયના સૂત્રોનો દાવો છે કે, આગામી ત્રણ મહિના સરકારને આર્થિક દબાણ ઓછો થવાની શકયતા છે. આ જ કારણે તેઓ ઈલેકશન પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, શકય છે કે, સરકાર આ જાહેરાત ડિસેમ્બરના અંત સુધી શકે છે. પરંતુ ભલામણ જાન્યુઆરી ૨૦૧૯થી લાગુ થવાની છે. તેની તારીખ હજી નક્કી નથી. દાવો એમ પણ છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મિનીમમ પે સ્કેલમાં ૩૦૦૦ રૂપિયાનો વધારો થઈ શકે છે. એટલે કે ૧૮૦૦૦ રૂપિયાને બદલે હવે તેમની મિનીમમ બેઝિક ૨૧,૦૦૦ રૂપિયા થઈ શકે છે.

ફિટમેન્ટ ફેકટર પણ ૨.૫૭ ગણુ વધીને ૩ ગણુ કરી શકાય છે. જોકે, કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે ફિટમેન્ટ ફેકટરને ૨.૫૭ ગણુ વધારીને ૩.૬૮ ગણુ કરી શકાય છે. સૂત્રોનું કહેવું છે કે, ફાઈનાન્સ મંત્રાલય આ મૂડમા નથી. કેમ કે, તેનાથી સરકાર પર વધારાનો બોજ વધશે. હાલ સરકાર ગ્રોથને પાટા પર રાખવા માગે છે. તેથી ૩ ગણાથી વધુ ફિટમેન્ટ ફેકટર વધારવાતી સરકારી ખજાના પર બોજ વધી શકે છે.

ફાઈનાન્સ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્ય સ્તરના કર્મચારીઓ માટે વેતન વધારા ઉપરાંત નીચલા સ્તરના કર્મચારીઓને વધુ ફાયદા આપી શકાય છે. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્ય-સ્તરીય કર્મચારીઓને વધુ વધારો નહિ દેખાય. કેમ કે આવકના ધ્રુવીકરણના લાંબા ચાલનારા પરિણામ અને કેન્દ્રીય સરકારના વિભાગોમાં સંકળાતા મધ્ય સ્તરે જોતા એવુ લાગી રહ્યું છે.

કેવી રીતે મળશે ફાયદો

એ કર્મચારીઓ જે તે લેવલ મેટ્રિકસ ૧થી ૫ની વચ્ચે આવે છે

લઘુત્ત્।મ સેલેરી ૧૮ હજારને બદલે ૨૧ હજાર થઈ શકે છે

નરેન્દ્ર મોદી સરકાર સાતમા પગારપંચની ભલામણો જલ્દી જ લાગુ કરી શકે છે

સરકારી કર્મચારીઓની માનીએ તો પગારમાં અંદાજે ત્રણ ગણો વધારો થવો જોઈએ

કર્મચારી યુનિયનોએ ૩.૬૮ ગણા વધારાની માંગ કરી છે, જેમાંતી લઘુત્ત્।મ પગાર ૨૬ હજાર રૂપિયા હોય છે

કેન્દ્ર સરકાર સાતમા પગાર પંચની ભલામણોથી વધુ સેલેરી વધારવાના પક્ષમાં નથી

(4:12 pm IST)