Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પાકિસ્તાન : કરાચીમાં ચીની દુતાવાસ પર આતંકી હુમલો : ૨ના મોત

ત્રણને ઇજા : ૩ હુમલાવરો ઠાર : ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

ઇસ્લામાબાદ તા. ૨૩ : પાકિસ્તાનના કરાચીમાં રહેલા ચીની દુતાવાસની બહાર સવારે ત્રાસવાદી હુમલો થયો છે. કેટલાક હુમલાવરોએ બોમ્બ બ્લાસ્ટ કર્યો અને ફાયરીંગ કર્યું. આ મુઠભેડમાં પાકિસ્તાન પોલીસના બે સુરક્ષા કર્મીઓના મોત થયા છે. જ્યારે ૩ હુમલાવરોને પણ ઠાર કરાયા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી આત્મઘાતી જેકેટ અને શસ્ત્રો જપ્ત કર્યા છે.

જે ચીની દુતાવાસ પર હુમલો થયો છે તેનાથી ૧૫૦ મીટરના અંતરે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું ઘર છે. બ્લાસ્ટ બાદ ફાયરીંગ પણ ચાલુ છે. ફાયરીંગ બંને તરફથી થઇ રહી છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૩ લોકોને ઇજા થવાના અહેવાલો છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ હૂમલામાં દૂતાવાસની સુરક્ષામાં તૈનાત બે પોલીસકર્મીઓના મોત નિપજયાં છે જયારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઙ્ગઇજાગ્રસ્ત પોલીસ જવાનોને જિન્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

જો કે પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે કે હુમલાખોરની સંખ્યા ત્રણથી વધારે છે અને તેમના પાસે પૂરતી માત્રામાં હથિયાર હોય તેવુ લાગી રહ્યું છે.

સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ થી ચાર લોકો ચીનના દૂતાવાસમાં અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાર બાદ બ્લાસ્ટ થયો અને ફાયરિંગ શરૂ થઇ ગયું હતું.

જો કે બ્લાસ્ટ અને ફાયરિંગની જાણકારી મળતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. દૂતાવાસ તરફ જઇ રહેલા તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે.

(1:30 pm IST)